For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબાએ 12 લાખમાં વેપારીને નોટોનો વરસાદ કરતુ તેલ વેચ્યું

હરિયાણાના ફરીદાબાદમાં એક નકલી બાબાએ વેપારી સાથે 12 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે.

|
Google Oneindia Gujarati News

હરિયાણાના ફરીદાબાદમાં એક નકલી બાબાએ વેપારી સાથે 12 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. તમે જાણીને હેરાન થઇ જશો કે આ બાબાએ તેલ અને કાળા કપડાનો ખેલ સમજાવીને વેપારીને 2.40 કરોડ રૂપિયા કમાવવાની લાલચ આપી. તેલ પણ કોઈ સામાન્ય નહીં, પરંતુ હરણનું તેલ. વેપારીને જયારે અંદાઝો આવ્યો કે તેને ઠગી લેવામાં આવ્યો છે ત્યારે તે પોલીસ પાસે ફરિયાદ નોંધાવવા માટે ગયો. હવે આ બાબા ફરાર છે પરંતુ પોલીસ તેની શોધ કરી રહી છે. વિસ્તારથી જાણો આખો મામલો...

ફોન પર બાબાની જાણકારી મળી હતી

ફોન પર બાબાની જાણકારી મળી હતી

પોલીસ ઘ્વારા મળતી માહિતી અનુસાર પીડિત વેપારી ફરિદાબાદનો છે. વેપારી પાસે ગયા અઠવાડિયે એક ફોન કોલ આવ્યો હતો. ફોન કરનારે અલ્વરના કાલા જાદુ કરનાર બાબા વિશે જણાવ્યું અને તેમનો નંબર પણ આપ્યો. ત્યારપછી બાબાએ પોતાને કાલા જાદુનો મહારથ ગણાવીને વેપારીને અલ્વર બોલાવ્યો.

બાબાએ વેપારીને નજરબંધીનો એવો ખેલ બતાવ્યો કે...

બાબાએ વેપારીને નજરબંધીનો એવો ખેલ બતાવ્યો કે...

પહેલા દિવસે જયારે વેપારી ગયો ત્યારે બાબાએ પોતાના શરીર પર કોઈ તેલ લગાવ્યું. ત્યારપછી એક કાળું કપડું ઓઢીને થોડા સમયમાં હટાવી દીધું. ત્યારપછી બાબાના શરીરથી રૂપિયાનો વરસાદ થવા લાગ્યો. વેપારી આ બધું જોઈને ચકિત થઇ ગયો. તે પણ કરોડપતિ બનવાનું સપનું જોવા લાગ્યો.

હરણના તેલનો ખેલ સમજાવ્યો

હરણના તેલનો ખેલ સમજાવ્યો

વેપારી જયારે બાબાની જાળમાં ફસાઈ ગયો ત્યારે બાબાએ તેને જણાવ્યું કે જે તેલ તેને પોતાના શરીર પર લગાવ્યું છે તે હરણનું તેલ છે અને તેની કિંમત 12 લાખ રૂપિયા છે. બાબાએ એવું પણ સમજાવ્યું કે આ તેલથી 2.40 કરોડ રૂપિયા બનાવી શકાય છે. વેપારીએ 12 લાખ રૂપિયા આપીને બાબા પાસેથી હરણનું તેલ અને કાળું કપડું ખરીદી લીધું. વેપારી જયારે પોતાના ઘરે ફરીદાબાદ આવ્યો ત્યારે તેને પોતાના શરીર પર હરણનું તેલ લગાવ્યું અને કાળું કપડું વીંટી લીધું. વેપારી રાહ જોતો રહ્યો પરંતુ પૈસાનો વરસાદ ના થયો.

English summary
Fraud Baba cheated Rs 12 lack to businessman in the name of deer oil for getting rich i n Faridabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X