દિલ્હી વાસીઓને ભેટ, 24 મેથી ત્રણ દિવસ સુધી ઈલેક્ટ્રિક બસમાં મફત મુસાફરી કરી શકશે!
નવી દિલ્હી, 23 મે : દિલ્હી સરકાર મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં 150 ઇલેક્ટ્રિક બસો લોન્ચ કરી રહી છે. આ અવસર પર કેજરીવાલ સરકારે દિલ્હીની જનતાને ભેટ આપી છે. લોકો આ ઈલેક્ટ્રિક બસોમાં 3 દિવસ સુધી કોઈપણ ભાડું ચૂકવ્યા વિના મફતમાં મુસાફરી કરી શકશે.
મંગળવાર 24 મેના રોજ રાજધાની દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલ 150 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવશે. આ બસોને દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને ઘટાડવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
AAP સરકારે આ અવસર પર દિલ્હીના લોકોને ત્રણ દિવસનું ભાડું મુક્ત કરીને મોટી ભેટ આપી છે. સરકારનું માનવું છે કે આના કારણે દિલાવાળીને ઇલેક્ટ્રિક બસમાં મુસાફરી કરવાની પ્રેરણા મળશે. અહીં તમને જણાવી દઈએ કે દિલ્હી સરકાર સતત દિલ્હીમાં પ્રદુષણને કંટ્રોલ કરવા માટે પગલાઓ ભરી રહી છે. ત્યારે હવે દિલ્હી સરકારની આ પહેલનેે મોટી માનવામાં આવી રહી છે. દિલ્હીમાં દર વર્ષે પ્રદુષણ રેકોર્ટ લેવલે પહોંચી જાય છે.