• search

પાકિસ્તાન જતા રહેવાનું કહેનારા સાચા ગદ્દારઃ આઝમ

લખનઉ, 25 એપ્રિલઃ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ મોહમ્મદ આઝમ ખાને કહ્યું છેકે ગિરિરાજ સિહંની સાથોસાથ તમામ ફાસિસ્ટોંને એ જાણવું જોઇએ કે અમે આજે પણ એ જ મકાનના માલિક છીએ જેમાં ક્યારેક અમારા પૂર્વજો રહેતા હતા, આજે જે લોકો અમને એવું કહી રહ્યાં છેકે હિન્દુસ્તાન છોડીને પાકિસ્તાન જતા રહો, તે આ દેશના સાચા ગદ્દાર છે. આ સાથે આઝમ ખાનને ચૂંટણી પંચ દ્વારા તાજી નોટીસ ફટકારવામાં આવી છે.

azam-khan
આઝમે પોતાના લેખિત નિવેદનમાં કહ્યું કે દેશના ફરી એકવાર ભાગલા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેવામાં તમામ સેક્યુલર શક્તિઓએ એ નબળા પરંતુ વતનપરસ્ત હિન્દુસ્તાનીઓ અંગે વિચારવું પડશે, જેમના અંગે સચ્ચર કમિટીની રિપોર્ટ કહે છેકે આજે દેશમાં તેમની હાલત દલિતો કરતા પણ વધારે ખરાબ છે. તેમણે કહ્યું કે જ્યારે આવા દુઃખી સમાજને ભાજપ દેશમાં રહેવા નહીં દે અને આવનારા સમયમાં પાકિસ્તાન રહેશે નહીં, અહી રહી પણ શકતા નથી અને જ્યા જઇ શકીએ છીએ તે જમીન પણ નહીં રહે તો વિશ્વના કયા દેશ અંગે ભાજપ અને તેના નેતા વિચાર કરવા તૈયાર છે? તેમણે પ્રશ્ન કર્યો કે ભાજપ નેતા જણાવી શકશે કે આ મુસલમાનો માટે કઇ જમીન તૈયાર કરશે?

તેઓ જણાવે કે સંવિધાનમાં સંશોધન પણ કરી દે તો શું આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ એ સંભવ છે? આઝમે કહ્યું કે, આઝાદ ભારતમાં અપમાન સહેતા લોકો અપમાનની આ કાળી ચાદરને ઉતારી નાંખવા માગે છે. કારગિલથી કન્યાકુમારી સુધી માથા પર લાગેલા આ કલંક કે જેમાં તે આઇએસઆઇ એજન્ટ છે, દેશના ગદ્દાર છે, પાકિસ્તાની છે, તેવા કલંકને હંમેશા ફેંકી દેવા માગે છે.

તેમણે કહ્યું કે અમને પણ કુરબાનીઓનું ફળ મળવું જોઇએ, પ્રેમનો જવાબ પ્રેમ જ હોવો જોઇએ, આ દેશને બચાવવા અને બનાવી રાખવા માટે આ સિવાય અન્ય કોઇ માર્ગ નથી. આઝમે કહ્યું કે ગિરિરાજ સિંહ, પ્રવીણ તોગડિયા અને મહારાષ્ટ્ર શિવસેનાના નેતા શિવરાજ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા નિવેદનોના સંબંધમાં નરેન્દ્ર મોદીનું કહેવું છેકે તેઓ સહેમત નથી, પરંતુ દેશ તોડનારા તથા ધાર્મિક વૈમનસ્યતાની ખાણને મોટી કરનારા રાષ્ટ્ર વિરોધી નિવેદનોની માત્ર નિંદા જ ના થવી જોઇએ, પરંતુ સુધીજનો, ધર્મનિર્પેક્ષ રાજકીય પાર્ટીઓ અને દેશને પ્રેમ કરનારા દરેક બુદ્ધિજીવીની જવાબદારી છે કે તેઆ મુદ્દે ગંભીરતાથી વિચાર પણ કરે.

પોતાના લેખિત નિવેદનમાં આઝમે કહ્યું કે ભાજપ નેતાઓ દ્વારા આપવામાં આવેલા એવા નિવેદન કે મુસલમાન પાકિસ્તાન જતા રહે, મકાન ખાલી કરી દે અથવા છ મહિનાની અંદર પાકિસ્તાનનું નામોનિશાન મિટાઇ જશે, એક સત્ય સામે લઇને આવે છેકે ભાજપ અને ફાસિસ્ટ શક્તિનો આ એજેન્ડા છે, જે વાત નરેન્દ્ર મોદી જાતે નથી કહી શકતા અથવા કહેવા નથી માગતા, તે આવા લોકો પાસેથી અપાવવામાં આવે છે.

તેમણે કહ્યું કે, આ પ્રકારના નિવેદન અપાવીને તેઓ એ બતાવવા માગે છેકે નવું ભારત કેવું હશે. પોતાના આ છૂપા એજન્ડામાં નરેન્દ્ર મોદીને ઘણે અંશે સફળતા મળી છે. તેમણે કહ્યું કે ફાસિસ્ટોંમાં એ લોકો જેમને નરેન્દ્ર મોદીના સહયોગી છે, તેમાના એકનું કહેવું છેકે મોદી વિરોધી પાકિસ્તાન જતા રહે, તો બીજાનું કહેવુ છેકે પાકિસ્તાનનું નામોનિશાન મિટાઇ જશે. ત્યારે આવી સ્થિતિમાં દેશને જણાવવાની અને એક પ્રશ્ન ઉભો કરવાની જરૂર છેકે પીએમ પદના ઉમેદવારના વિરોધીઓને જ્યારે પાકિસ્તાનમાં રહેવા દેવામાં નહીં આવે અને પાકિસ્તાનને મિટાવી દેવામાં આવશે, તો પછી આ લોકો ક્યાં જશે?

English summary
The Election Commission, in a fresh notice to U.P. Minister and Samajwadi Party leader Azam Khan, who has been barred from addressing poll rallies in the State, sought an explanation for his “baseless allegations” against the Commission.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more