• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગ્રુપ સેક્સ માટે દોસ્તોએ બ્લેકમેલ કરી, છાત્રાએ પોતાને આગ લગાવી

By Ankit Patel
|

જ્યારે મિત્રોએ 20 વર્ષીય વિદ્યાર્થીને ગ્રુપ સેક્સ માટે બ્લેકમેલ કરી, ત્યારે તેણે આગ લગાડીને આત્મહત્યા કરી લીધી. આ બનાવની જાણ થતાં મોરબી પોલીસે યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીને બ્લેકમેલ કરનારા આરોપીઓની ઓળખ જીતેન્દ્ર મકવાણા, રાહુલ વોરા, અખિલ પરમાર અને ગૌરી ઉભડિયા તરીકે થઈ છે. તેની સ્યુસાઇડ નોટમાં યુવતીએ લખ્યું છે કે જીતેન્દ્રએ થોડા દિવસો પહેલા ગુપ્ત રીતે તેનો એક કિસિંગ વીડિયો બનાવ્યો હતો. બાદમાં, આ વીડિયોના આધારે જીતેન્દ્ર અને અન્ય આરોપીઓએ તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ સૌએ તેની સાથે ગ્રુપ સેક્સ કરવાનું કહ્યું. એવું કહેવામાં આવે છે કે સોનલની મિત્ર ગૌરીએ પણ આ આખી ઘટનામાં આરોપીઓને મદદ કરી હતી.

દરમિયાન પોલીસે રાહુલ અને ગૌરીની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સમાચાર અનુસાર, યુવતી 12 માં ધોરણમાં ગર્લ્સ સ્કૂલમાં ભણતી હતી. તેના પિતા એક મિસ્ત્રી છે જ્યારે તેની માતા ફેક્ટરીમાં મજૂરી કરે છે. જ્યારે માતા-પિતા કામ પર ગયા ત્યારે સોનલે આ છેલ્લું પગલું ભર્યું હતું. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારોમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

M.com ની વિધાર્થિનીનો રેપ કરીને અશ્લીલ વીડિયો બનાવ્યો, બ્લેકમેલ કર્યું

English summary
Friends blackmail for group sex, girl commits suicide
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X