For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રકાશ જાવડેકરનું એલાન, વર્ષમાં બે વાર થશે NEET અને JEE ની પરીક્ષા

એન્ટ્રંસ ટેસ્ટ (NEET) અને જોઈન્ટ એન્ટ્રંસ એગ્ઝામ (JEE) વર્ષમાં બે વાર આયોજિત કરવામાં આવશે. આ સાથે આવતા વર્ષથી આ પરીક્ષાઓ સીબીએસઈના બદલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી આયોજિત કરાવશે.

|
Google Oneindia Gujarati News

માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશની મહત્વપૂર્ણ પરીક્ષાઓ અંગે મોટી ઘોષણા કરી છે. જાવડેકરે ઘોષણા કરી છે કે આગામી વર્ષે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રંસ ટેસ્ટ (NEET) અને જોઈન્ટ એન્ટ્રંસ એગ્ઝામ (JEE) વર્ષમાં બે વાર આયોજિત કરવામાં આવશે. આ સાથે આવતા વર્ષથી આ પરીક્ષાઓ સીબીએસઈના બદલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી આયોજિત કરાવશે.

prakash javdekar

શનિવારે માનવ સંશાધન વિકાસ મંત્રીએ ઘોષણા કરીને જણાવ્યુ કે NEET અને JEE ની પરીક્ષા આવતા વર્ષથી વર્ષમાં બે વાર યોજવામાં આવશે. મેડીકલ કોર્ષમાં પ્રવેશ માટે NEET ની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. વળી, એન્જિનિયરીંગ કોલેજોમાં એડમિશન માટે દર વર્ષે JEE ની પરીક્ષા આયોજિત કરવામાં આવે છે. અત્યાર સુધી આ પરીક્ષા વર્ષમાં એક વાર આયોજિત થતી હતી પરંતુ આવતા વખતથી તે વર્ષમાં બે વાર યોજાશે.

પ્રકાશ જાવડેકરે ઘોષણા કરીને જણાવ્યુ કે આવતા વખતથી JEE ની પરીક્ષા જાન્યુઆરી અને એપ્રિલ તેમજ NEET ની પરીક્ષા ફેબ્રુઆરી અને મે માં આયોજિત કરવામાં આવશે. આ ઉપરાંત NEET અને CMAT માટે પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. હવેથી NEET, JEE, UGC NET અને CMAT ની પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી કરાવશે. આ ચારે પરીક્ષા આવતા વખતથી કમ્પ્યુટર આધારિત હશે અને અલગ અલગ તારીખે આયોજિત કરવામાં આવશે.

English summary
From Next Year, NEET And JEE To Be Conducted Twice A Year By National Testing Agency, Announces Prakash Javdekar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X