જૂની નોટ આજે મધરાતથી બંધ: પેટ્રોલ પંપ અને હોસ્પિટલમાં પણ નહિ ચાલે

Subscribe to Oneindia News

આજથી એ 17 જગ્યા પર જૂની નોટ નહિ ચાલે જ્યાં અત્યાર સુધી છૂટ આપવામાં આવી હતી. આજે (24 નવેમ્બર) મધરાત (રાત્રિના 12.00 કલાક) થી જૂની 500 અને 1000 ની નોટ બેંક સિવાય કોઇ પણ જગ્યાએ ચાલી શકશે નહિ. આ જૂની નોટ બેંકમાં પણ 30 ડિસેમ્બર સુધી જ જમા થઇ શક્શે.

rs

ઉલ્લેખનીય છે કે મોદી સરકારે 8 નવેમ્બરે નોટબંધીનો નિર્ણય લીધા બાદ 17 જરુરી સેવાઓમાં 24 નવેમ્બર સુધી જૂની નોટ ચલાવવાની છૂટ આપી હતી.

આ હતી એ 17 સેવાઓ :

પેટ્રોલ પંપ, સરકારી હોસ્પિટલ, ટ્રેન- એર-મેટ્રો ટિકિટ, દૂધ બૂથ, પબ્લિક ટ્રાંસપોર્ટ, વિજળી-પાણી બિલ, સ્મશાન ગૃહ, કબ્રસ્તાન, પેંડીંગ બિલ/ટેક્સ, ફાર્મસી, સિલિંડર, રેલવે કેટરિંગ, સ્મારકોની ટિકિટ, કોર્ટ ફી, સહકારી સ્ટોર.

English summary
Fuel stations and government hospitals will now accept the old series of 500 and 1,000 notes till midnight on November 24,
Please Wait while comments are loading...