મોદી સરકાર કેમ નથી સમજતી કે કોરોનાને રોકવા માટે લૉકડાઉન લગાવવુ જ પડશેઃ રાહુલ ગાંધી

ભારતમાં વધતા કોરોના વાયરસના કેસોને જોતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે દેશમાં લૉકડાઉન લગાવવુ જ પડશે.

નવી દિલ્લીઃ ભારતમાં વધતા કોરોના વાયરસના કેસોને જોતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે દેશમાં લૉકડાઉન લગાવવુ જ પડશે. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. દેશમાં છેલ્લા ઘણા દિવસોથી રોજ સાડા ત્રણ લાખથી વધુ નવા કોરોના કેસ સામે આવી રહ્યા છે અને ત્રણ હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. ભારતની વર્તમાન સ્થિતિને જાતો ઘણા વૈશ્વિક ડૉક્ટરોએ પણ ભારતને સંપૂર્ણપણે શટડાઉન કરવાની સલાહ આપી છે. રાહુલ ગાંધીએ મંગળવારે(4 મે) ટ્વિટ કર્યુ, 'ભારતની સરકાર એ નથી સમજી રહી કે કોરોનાના પ્રસારને રોકવાની એકમાત્ર રીત હવે દેશમાં સંપૂર્ણ લૉકડાઉન જ છે. લૉકડાઉનમાં નબળો વર્ગો માટે સુરક્ષાના ઉપાયો કરવામાં આવે. ભારત સરકારની નિષ્ક્રિયતા ઘણા નિર્દોષ લોકોના જીવ લઈ રહી છે.'

rahul gandhi

વળી, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યુ, 'દેશમાં કોવિડ-19 સંક્રમણ 2 કરોડને પાર, દેશમાં કોરોનાથી મોતની સંખ્યા 2,19,000... એવામાં પ્રધાનમંત્રી એટલે કે મોદીજીનુ નવુ ઘર, પીએમ કાર્યાલય, મંત્રીઓના કાર્યાલય, સંસદ બનાવવા જરૂરી છે કે જીવન રક્ષક દવા, ઑક્સિજન, વેટિંલેટર, હોસ્પિટલ બેડ ઉપલબ્ધ કરાવવુ?' તમને જણાવી દઈએ કે હજુ હાલમાં જ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના પ્રશાસનના મુખ્ય મેડિકલ એડવાઈઝર અને ગ્લોબલ ડૉક્ટર એંથોની ફાઉચીએ કહ્યુ હતુ કે ભારતે અમુક સપ્તાહ માટે શટડાઉન કરવુ જોઈએ.

ભારતની સ્થિતિ પર સલાહ આપીને એંથોની ફાઉચીએ કહ્યુ હતુ, 'ભારતે પોતાની સ્થિતિને જોઈને હાલમાં અમુક સપ્તાહ માટે આખા દેશને શટડાઉન કરી દેવો જોઈએ. જે જેવી રીતે ચાલી રહ્યુ છે તેને બંધ કરી દેવુ જોઈએ અને માત્ર મેડિકલ હેલ્પ પર ફોકસ કરવુ જોઈએ. આમ કરવાથી ભારત જલ્દી એક સામાન્ય સ્થિતિમાં પહોંચી જશે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X