For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

B'day Special: પ્રેમે સોનિયા એન્ટોનિયા માયનોને બનાવી સોનિયા ગાંધી

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધીનો આજે 69મો જન્મદિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને મોટા મોટા નેતાઓ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી ચૂક્યા છે. 10 જનપથ પર સોનિયાને શુભેચ્છા પાઠવનાર લોકોનો તાંતો છે. પણ ઇટલીના એક નાનકડા ગામની એક સાધારણ છોકરીની ભારતના સૌથી મોટા રાજનૈતિક ઘરની વહૂ બનવાની કહાની કોઇ સપનાને સાકાર થવા જેવી જ છે. તો આવો તમને સોનિયા એન્ટોનિયા માયનોના સોનિયા ગાંધી બનવાના સફર વિષે વિસ્તૃત રીતે જણાવીએ.

sonia

સોનિયા ગાંધીનું સાચું નામ સોનિયા એન્ટોનિયા માયનો છે. સોનિયાનો ભારત સાથે બંધ એક રોમાન્સથી શરૂ થયો. સોનિયા ઇટલીના ટ્યૂરિન શહેરના બહારના વિસ્તાર ઓરબૈસાનોમાં જન્મી હતી. સોનિયાના પિતાએ તેમની દિકરીઓને પારંપરિક રીતે મોટી કરી હતી. રોકટોકને બાદ કરતા સોનિયાના પિતા આધુનિક વિચાર રાખતા હતા અને તેને વિદેશમાં ભણવાની છૂટ મળી. સોનિયાને અંગ્રેજી શીખવી હતી માટે તે તેના પિતાની પરવાનગી લઇને ઇગ્લેન્ડ જતી રહી.

કેબ્રિઝના એક ગ્રીક રેસ્ટોરન્ટ વાર્સિટીમાં સોનિયા ધણીવાર ખાવા માટે જતી હતી. વાર્સિટીના માલિક ચાર્લ્સ એન્ટોની રાજીવ ગાંધીનો સારો મિત્ર હતો. આ જ રેસ્ટોરન્ટમાં સોનિયા ગાંધી અને રાજીવ ગાંધીની પહેલી વાર મુલાકાત થઇ હતી. એન્ટોનીના કહેવા મુજબ એક વાર રેસ્ટોરન્ટમાં સોનિયા ગાંધી આવી ત્યારે તે એકલી હતી. અને લંચ ટાઇમ હોવાના કારણે આખો રેસ્ટોરન્ટ ભરેલો હતો. અને સોનિયાને બેસવાની જગ્યા નહતી મળતી.
આવા સમયે રાજીવ ગાંધી પણ રેસ્ટોરન્ટમાં હાજર હતા. તે પોતાના મિત્ર એલેક્સિસની રાહ જોતા એક ટેબલ પર એકલા બેઠા હતા. એન્ટનીએ પૂછ્યુ કે શું આ તમારી સાથે બેસી શકે છે. અને રાજીવ કહ્યું હાં. અને તમે માનશો નહીં, વાત વાતમાં જ બન્ને એકબીજાના પ્રેમમાં પડી ગયા. તે પણ એ રીતે કે કોઇ તેમને અલગ ના કરી શકે. એન્ટોનીનું કહેવું છે કે તેમાં રાજીવ ગાંધીનો કોઇ વાંક નથી, સોનિયા છે જ એટલે સુંદર કે કોઇને પણ તેનાથી પ્રેમ થઇ જાય!

પ્રેમ માટે આપવી પડી અગ્નિ પરીક્ષા


સોનિયા અને રાજીવ લગ્ન બંધનમાં બંધાવવા માંગતા હતા. પણ આ માટે રાજીવ ગાંધીને મનાવવું સરળ નહતું. કારણ કે જ્યાં રાજીવ ગાંધી ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર હતા. ત્યાં જ સોનિયા ગાંધી એક સામાન્ય પરિવારની પુત્રી હતી. સોનિયાના પિતાને પણ આ સંબંધ મંજૂર નહતો કારણ કે તે પોતાની દિકરીને બીજા દેશમાં મોકલવા નહતા ઇચ્છતા. અને તેમને ડર હતો કે ભારતના લોકો સોનિયાને ક્યારેય સ્વીકાર નહીં કરે.

લગ્ન પહેલા ભારત આવી સોનિયા


સોનિયા લગ્ન પહેલા ભારત આવવા ઇચ્છતી હતી. તે લગ્ન કર્યા વગર ઇન્દિરા ગાંધી તેમને તેના ઘરમાં રાખવા નહતા ઇચ્છતા. માટે વર્ષ 1968માં પહેલી વાર ભારત આવેલી સોનિયાના રોકાવા માટે ફિલ્મ સ્ટાર અભિતાભ બચ્ચનના ઘરે વ્યવસ્થા કરવામાં આવી. તે વખતે અમિતાભ અને રાજીવ ગાંધી સારા મિત્રો હતો. 13 જાન્યુઆરી 1968માં દિલ્હી આવેલી સોનિયા અમિતાભના ઘરે રહી ભારતીય સંસ્કૃતિને જોવા અને સમજવા લાગી. 1968માં અમિતાભના ઘરે જ સોનિયા અને રાજીવના લગ્ન થયા.

તે પછી જે નહીં તે બધા જ જાણે છે. લગ્નના સાત વર્ષ બાદ રાજીવ હત્યાએ સોનિયાને એકલી કરી દીધી. કેટલાક વખત સુધી રાજકારણથી દૂર રહેલી સોનિયાને છેવટે રાજકારણમાં આવવું પડ્યું. 2004માં જ્યાં કોંગ્રેસ અને ગાંધી પરિવારનું ભવિષ્ય દાવ પર લાગ્યું હતું ત્યારે સોનિયાએ દુશ્મનોને મિત્ર બનાવી ભારે જીત અપાવી. સોનિયા ઇચ્છતી તો તે વડાપ્રધાન બની શકી હોત પણ તેણે વર્ષ 2004 અને વર્ષ 2009 બન્નેમાં આ ખુર્શીને નકારી.

English summary
How Sonia Antonia Maino became today's Sonia Gandhi.sonia gandhi, congress, rajiv gandhi, love, marriage, politics, birthday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X