‘ઈમરાન ખાન, આ મોટા સાંઢોનો ખેલ છે, વચ્ચે ટાંગ ના અડાવ', કુમાર વિશ્વાસે કર્યો કટાક્ષ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફ્રાંસના શહેર બિઆરિત્જમાં મુલાકાત કરી અને એ અંગેનુ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યુ. ટ્રમ્પની હાજરીમાં પીએમ મોદીએ કાશ્મીર મુદ્દે ખુલીને પોતાની વાત કહી, તેમણે કહ્યુ કે, 'ભારત અને પાકિસ્તાન વચ્ચે બધા મુદ્દા દ્વિપક્ષીય છે, કોઈ ત્રીજા દેશને કષ્ટ આપવા નથી ઈચ્છતા, અમે દ્વિપક્ષીય વાતચીત દ્વારા દરેક મુદ્દે ચર્ચા કરીને તેનુ સમાધાન કરી શકીએ છીએ.'

કાશ્મીર મુદ્દે ટ્રમ્પનો યુટર્ન
જ્યારે કાશ્મીર પર મધ્યસ્થતા વિશે ટ્રમ્પે એક વાર ફરીથી યુટર્ન લઈને કહ્યુ કે ભારત અને પાકના પીએમ સાથે મારી વાતચીત થઈ, બંને દેશ મળીને મુદ્દાને ઉકેલી લેશે. મોદી અને ટ્રમ્પની નિકટતા જોઈને બહુ ખરાબ રીતે અકળાયેલા ઈમરાન ખાને ભારત પર પરમાણુ હુમલાની ધમકી સુદ્ધા આપી દીધી છે. ઈમરાન ખાને કહ્યુ કે પીઓકેમાં અમારી સેના સંપૂર્ણપણે તૈયાર છે. ઈમરાન ખાને પીએમ મોદી વિશે કહ્યુ કે તેમણે બહુ મોટી ભૂલ કરી દીધી છે.
|
ઈમરાન ખાન પર કુમાર વિશ્વાસે કર્યો કટાક્ષ
ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા અને જાણીતા કવિ કુમાર વિશ્વાસે ઈમરાન ખાન પર કટાક્ષ કર્યો છે. તેમણે એએનઆઈના ટ્વીટને રીટ્વીટ કરીને લખ્યુ છે કે આ @narendramodi અને @POTUS બંને મળીને તમારુ ‘એ જ' બનાવી રહ્યા છે @ImranKhanPTI સાહેબ જે તમે સમજી રહ્યા છો, કહ્યુ હતુ ને, વધારે ટાંગ ના અડાવો! આ મોટા સાંઢોનો ખેલ છે, ગ્રામસિંહોનો નહિ, ફાલતુની સહભાગિતા ‘બલૂચિસ્તાન' છીનવી લેશે.
આ પણ વાંચોઃ પી ચિદમ્બરમ વિશે ઈડીએ સુપ્રીમ કોર્ટમાં કર્યો મોટો ખુલાસો

‘આર્ટિકલ 370 હટાવવી અમારો આંતરિક મામલો'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને પોતાની બેઠક દરમિયાન જણાવ્યુ કે અનુચ્છેદ 370ને હટાવી લેવી ભારતનો આંતરિક મામલો છે અને નવી દિલ્લી દ્વારા કોઈ એવુ પગલુ નથી ઉઠાવવામાં આવ્યુ જેનાથી કોઈ પણ પ્રકારની ક્ષેત્રીય શાંતિને જોખમ ઉભુ થયુ હોય. પ્રધાનમંત્રીએ જી-7 શિખર સંમેલન પ્રસંગે પોતાની બેઠક દરમિયાન ગુટેરેસને એ પણ જણાવ્યુ કે આતંકવાદ પ્રાથમિક ખતરો અને ચિંતા છે, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે જમ્મુ કાશ્મીરમાં અમુક પ્રકારના પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે પ્રતિબંધોને ધીમે ધીમે ઉઠાવી લેવામાં આવશે.