કોરોના સામેની જંગમાં G-20 દેશ 5 ટ્રિલિયન ડૉલરની મદદ કરશે, બેઠકમાં મોદી પણ સામેલ થયા
નવી દિલ્હીઃ ગુરુવારે સાઉદી અરબની અધ્યક્ષતામાં જી-20 દેશોની વર્ચ્યુઅલ બેઠક મળી. બેઠકમાં કેટલાય મહત્વના ફેસલા લેવામાં આવ્યા. દુનિયાના 19 દેશો અને યૂરોપીય સંઘના લીડર્સની આ બેઠક વીડિયો કોન્ફ્રેન્સ દ્વારા થઈ. પીએમ મોદીએ પણ આ બેઠકમાં ભાગ લીધો. કોરોના વાયરસથી નિટવા અને તેના કારણે દુનિયાની અર્થવ્યવસ્થાને થઈ રહેલ નુકસાનમાં મદદ માટે 5 ટ્રિલિયન ડૉલર લગાવવાનો ફેસલો લેવામાં આવ્યો છે.

મોદી પણ સામેલ
બેઠકને સંબોધિત કરતા પીએમ મોદીએ જી-20 દેશોના નેતાને માનવ જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવવાનો આગ્રહ કર્યો. તેમણે સમાજના આર્થિક રીતે કમજોર લોકોની મુશ્કેલીઓ ઘટાડવા યોજના બનાવવાનો પણ આગ્રહ કર્યો. આ ફોરમ નાણાકીય અને આર્થિક મુદ્દાઓને સંબોધિત કરવાનું એક મંચ બની ગયું છે. આ દરમિયાન વિદેશ મંત્રી જયશંકર અને એનએસએ અજિત ડોભાલ પણ હાજર રહ્યા.
|
ગરબી કલ્યાણ લક્ષી યોજનાઓ પર ભાર આપ્યો
G-20 Virtual Summitમાં પીએમ મોદીએ COVID19 મહામારીના ખતરનાક સામાજિક અને આર્થિક પ્રભાવોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે કોવિડ-10ના 90 ટકા મામલા અને આનાથી 88 ટકા મોતી જી-20 દેશોમાં થયાં, જે વિશ્વની જીડીપીનો 80 ટકા અને વિશ્વ જનસંખ્યાનો 60 ટકા ભાગ ધરાવે છે. વિદેશ મંત્રાલય કોરોના વિરુદ્ધની લડાઈમાં માત્ર ક્ષેત્રીય સ્તર પર જ નહિ બલકે વૈશ્વિક સ્તરે પણ ભારતની ભૂમિકાને જી-20 વર્ચ્યુઅલ સમિટમાં અન્ય નેતાઓને વખાણ્યા.

એક્શન પ્લાન તૈયાર થશે
જ્યારે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ, સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખોએ પણ સમિટની શરૂઆતમાં પોતાની વાત રાખી. પહેલા જ આ નિર્ણય થઈ ચૂક્યો હતો કે જી-20 કોરોના પર એક એક્શન પેપર સાથે આવશે.
COVID-19: ચીનથી આગળ નીકળ્યું અમેરિકા, USAમાં સૌથી વધુ સંક્રમિતો