For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગડકરી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું: વૈદ્ય

By Super
|
Google Oneindia Gujarati News

nitin-gadkari
નવી દિલ્હી, 30 જાન્યુઆરીઃ ભાજપનો આંતરિક વિખવાદ ફરી એક વખત પ્રકાશમાં આવ્યો છે. આરએસએસના ચિંતક એમજી વૈદ્યએ પોતાના બ્લોગમાં આ ખુલાસો કર્યો છે. એમજી વૈદ્યએ આશંકા વ્યક્ત કરી છે કે ગડકરીનું અધ્યક્ષ પદ છોડવું એ ભાજપના કેટલાક નેતાઓનું ષડયંત્ર હતું.

કેટલાક અનુમાનોના આધારે એમજી વૈદ્યએ લખ્યું છે કે ભાજપના કેટલાક નેતાઓ નહોતા ઇચ્છતા કે ગડકરીને ફરી અધ્યક્ષ બનાવવામાં આવે, જેના કારણે ભાજપના એ નેતાઓએ સરકાર સાથે મળીને પૃર્તિ ગ્રુપ ઉપર ઇનકમ ટેક્સ રેડનું ષડયંત્ર રચ્યું હતું.

એમજી વૈદ્યએ પૂછ્યું કે આખરે ઇનકમ ટેક્સની રેડ એ સમયે જ કેમ પાડવામાં આવી જ્યારે ભાજપ અધ્યક્ષની ચૂંટણી નજીક હતી. તેમણે જેઠમલાણી, યશંવત સિન્હા અને શત્રુઘ્ન સિન્હા પર આરોપ લગાવ્યો કે ગડકરી પર દોષસિદ્ધ થતા પહેલા જ તેમને આરોપી જાહેર કરી દીધા હતા.

નોંધનીય છે કે, ગડકરીને બીજી વખત ભાજપના અધ્યક્ષ પદ પર યથાવત રાખવાના મુદ્દે ભાજપમાં જબરો વિવાદ થયો હતો અને પક્ષમાં અંદર જ આટલો બધો વિવાદ થતાં આખરે ગડકરીએ અધ્યક્ષ પદની ચૂંટણી નહીં લડવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ રાજનાથ સિંહને સર્વનુમતે પક્ષના અધ્યક્ષ ધોષિત કરવામાં આવ્યા હતા, તેમ છતાં હજુ પણ એ વિવાદ થમ્યો નથી.

English summary
RSS ideologue M.G. Vaidya has said that the former BJP president Nitin Gadkari was ousted due to an internal political conspiracy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X