For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gaganyaan: અંતરિક્ષમાં ભારતનુ પહેલુ માનવ મિશન, જાણો કેટલો ખર્ચ થશે, શું થશે તેના ફાયદા?

બુધવારે ઈસરોએ ગગનયાનના વિકાસ એન્જિનનો લાંબા સમયનો મહત્વપૂર્ણ ત્રીજો હૉટ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધુ. જાણો તેના ખર્ચ અને ફાયદા વિશેની સંપૂર્ણ માહિતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અમેરિકા, રશિયા, જાપાન, ચીન જેવા દેશ અંતરિક્ષમાં પોતાનુ વર્ચસ્વ સ્થાપિત કરી ચૂક્યા છે. સાથે જ તેમના ઘણા માનવ મિશન સફળ પણ રહ્યા. આ મામલે ભારત થોડુ પાછળ રહી ગયુ પરંતુ જલ્દી ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઈસરો) ઈતિહાસ રચવા જઈ રહ્યુ છે. બુધવારે ઈસરોએ ગગનયાનના વિકાસ એન્જિનનો લાંબા સમયનો મહત્વપૂર્ણ ત્રીજો હૉટ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધુ.

શું છે આખુ મિશન?

શું છે આખુ મિશન?

ઈસરોએ અત્યાર સુધી સેંકડો સેટેલાઈટ્સને લૉન્ચ કર્યા છે પરંતુ ક્યારેય કોઈ માનવ સાથે અંતરિક્ષમાં મોકલ્યુ નથી. હવે ગગનયાન દ્વારા 4 અંતરિક્ષ યાત્રીઓને સ્પેસમાં મોકલવાની તૈયારી ચાલી રહી છે. સાથે ઝ ચારે દેશ-વિદેશમાં ટ્રેનિંગ પણ લઈ રહ્યા છે. બધુ યોજના પ્રમાણે રહ્યુ તો ગગનયાન આવતા વર્ષે લૉન્ચ થઈ જશે. આમાં સવાર થઈને ચારે એસ્ટ્રોનૉટ્સ સાત દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કરશે. પછી તે પાછા ધરતી પર આવશે. આ દરમિયાન 400 કિલોમીટરની ઉંચાઈએ અંતરિક્ષ સાથે જોડાયેલી માહિતીઓને મેળવી શકાશે જેથી ભવિષ્યમાં મિશન માટે બીજા યાનોને તૈયાર કરી શકાય.

કેટલો થશે ખર્ચ?

કેટલો થશે ખર્ચ?

આ પહેલા ચંદ્રયાન નામનુ મિશન ઈસરોએ લૉન્ચ કર્યુ હતુ. જેના પહેલા ફેઝે ચંદ્રમાની સપાટી સાથે જોડાયેલી ઘણી મહત્વની માહિતીઓ મોકલી. ત્યારબાદ ચંદ્રયાન-2ને લૉન્ચ કરવામાં આવ્યુ પરંતુ તેનુ સફળ લેન્ડીંગ થઈ શક્યુ નહિ. પછી ઈસરોએ ગગનયાન પર પૂરુ ફોકસ કર્યુ. તેને પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પણ કહેવામાં આવે છે. સાથે જ તેના માટે ફંડની કમી ના થાય તેનુ પણ સરકાર પૂરુ ધ્યાન રાખી રહી છે. એક અનુમાન મુજબ ગગનયાન પ્રોજેક્ટ પર 10,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ આવશે.

ઈસરોએ આપી અપડેટ

ઈસરોએ આપી અપડેટ

ઈસરોએ જણાવ્યુ કે ગગનયાનના વિકાસ એન્જિનને તમિલનાડુના મહેન્દ્રગિરિમાં સ્થિત અંતરિક્ષ એજન્સીના પ્રોપલ્સન કૉમ્પ્લેક્સમાં 240 સેકન્ડ સુધી ચલાવવામાં આવ્યુ. આ દરમિયાન તેણે લક્ષ્યને પ્રાપ્ત કર્યુ અને તે અનુમાનની ખૂબ જ નજીર રહ્યુ. હવે તેના અન્ય ફેઝનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. વળી, ઈસરોએ જ્યારે સફળ ટ્રાયલની માહિતી ટ્વિટ દ્વારા આપી તો ઉદ્યોગપતિ એલન મસ્કે પણ અભિનંદન આપ્યા. તેમની કંપની સ્પેસ એક્સ પહેલેથી જ અંતરિક્ષના ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.

English summary
Gaganyaan: India's first human mission in space, know all about isro Gaganyaan project cost and benefit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X