For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાઝા તોફાન કેરળ પહોંચ્યું, ભારે વરસાદથી ઘણું નુકશાન

તામિલનાડુમાં તબાહી મચાવ્યા પછી ચક્રવાતી તોફાન 'ગાઝા' હવે કેરળ પહોંચી ગયું છે. ત્યારપછી રાજ્યના ઘણા ભાગોમાં આજે ભારે વરસાદ પડી રહ્યો છે

|
Google Oneindia Gujarati News

તામિલનાડુમાં તબાહી મચાવ્યા પછી ચક્રવાતી તોફાન 'ગાઝા' હવે કેરળ પહોંચી ગયું છે. ત્યારપછી રાજ્યના ઘણા ભાગોમાં આજે ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આપને જણાવી દઈએ કે આ તોફાને તામિલનાડુમાં ભયંકર તબાહી મચાવી છે તેને કારણે 36 લોકો મૃત્યુ પામી ચુક્યા છે અને રાજ્યને ઘણું આર્થિક નુકશાન પણ થયું છે. હાલમાં તામિલનાડુમાં તબાહી પછી રાહતકામ જોરશોરથી ચાલુ છે. કેન્દ્રની મોદી સરકારે રાજ્યને દરેક સંભવ મદદ આપવાની વાત કહી છે.

gaja cyclone

જયારે કેરળમાં પણ તોફાન સામે લડવા માટે દરેક સંભવ કોશિશ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ અનુસાર આ તોફાન આવનારા 12 કલાકમાં વધારે તેઝ થઇ શકે છે.

આ તોફાન લક્ષદ્વીપ પાર કરી ચૂક્યું છે, જેને કારણે લક્ષદ્વીપ અને કેરળના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. કેરળના એર્નાકુલમમાં આ તોફાને લગભગ 200 જેટલા ઘરોને નુકશાન પહોચાડ્યું છે. અહીં મોટી સંખ્યાના ઝાડ અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે. તોફાનને કારણે રાજ્યના માછીમારોને દરિયાની નજીક નહીં જવા માટે સલાહ આપવામાં આવી છે.

English summary
Kerala is all set to record good rains, with Severe Cyclone Gaja nearing the coast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X