For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોંકાવનારો ખુલાસો! ગજેન્દ્રની મોત આત્મહત્યા નહીં પણ દુર્ઘટના હતી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 એપ્રિલ: આમ આદમી પાર્ટીની રેલીમાં આત્મહત્યા કરનાર ખેડૂત ગજેન્દ્ર સિંહનો ઇરાદો આત્મહત્યા કરવાનો ન્હોતો, પરંતુ તેનું મોત એક દુર્ઘટનાનું પરિણામે થયું. ન્યૂઝ ચેનલ આજતકના સમાચાર અનુસાર દિલ્હી પોલીસના અધિકારીઓએ જે રિપોર્ટ સોંપ્યો છે તે અનુસાર ગજેન્દ્ર સિંહનું મોત દમ ઘુટવાને કારણે થયું કારણ કે જે તસવીરો મળી છે તે હિસાબે ગજેન્દ્ર સિંહનું બેલેંસ ઝાડ પર બગડી ગયું જેને પગલે જેના કારણે તેનો રૂમાલ તેના ગળામાં ફસાઈ ગયો અને તેનું શ્વાસ રૂંધાવાના કારણે મોત થઇ ગયું.

Gajendra
રિપોર્ટ અનુસાર ગજેન્દ્ર સિંહ માત્ર ડરાવવા માટે ઝાડ પર ચડ્યો હતો, પરંતુ અચાનક તેનું સંતુલન ઝાડ પર બગડી ગયું જેના પગલે તેમનું શ્વાસ રૂંધાવાના કારણે મોત થઇ ગયું. જોકે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગજેન્દ્ર સિંહ રેલીમાં આવેલા લોકો દ્વારા ઉશ્કેરવામાં આવતા જ ઝાડ પર ચડ્યા હતા.

પોલીસે ગજેન્દ્રને ઝાડ પરથી સુરક્ષિત ઉતારવા માટે કુશળ સ્ટાફની મદદ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ પાસે સીડી માંગી હતી. પરંતુ આપ વોલંટિયર્સ તેને ઉતારવા માટે ઝાડ પર ચડી ગયા, પરંતુ તેઓ આવા કાર્ય માટે કુશળ ન્હોતા. માટે તેમનું બેલેંસ બગડી ગયું અને મૃતક નીચે પડી ગયો.

ગજેન્દ્ર સિંહનું મોત આત્મહત્યા ન્હોતી
જો આજ તકના આ સમાચાર સત્ય છે તો એ જોવું રહેશે કે સરકાર આ ઘટના અંગે શું પગલા ભરે છે. કારણ કે ગજેન્દ્ર સિંહ નામના આ ખેડૂતના મોતને લઇને તેઓ સતત લોકોના નિશાના પર છે.

English summary
According Aaj Tak News Channel, Farmer Gajendra Singhs Death was an accident not suicide said Police in its Report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X