For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gandhi Jayanti 2020: ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રપતિ કોવિંદે બાપુને યાદ કર્યા

Gandhi Jayanti 2020: ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રપતિ કોવિંદે બાપુને યાદ કર્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને આપણે પ્યારથી બાપૂ કહીએ છીએ. ભારતીય સ્વતંત્રા સંગ્રામનો પ્રમુખ ચહેરો મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલી દેશને સ્વતંત્રતા આપી હતી. આ ગાંધીની તપસ્યા જ હતી જેને કારણે 200 વર્ષ બાદ દેશે સ્વતંત્રતા હવાને મહેસૂસ કરી. ગાંધી માત્ર એક નેતા જ નહિ બલકે એક નિષ્કામ કર્મયોગી અને સાચા અર્થમાં યુગ પુરુષ હતા. બાપૂના જન્મદિવસ પર દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપી છે.

mahatma gandhi

રાષ્ટ્રપતિએ લખ્યું કે મહાત્મા ગાંધી જયંતિના દિવસે, કૃતજ્ઞ રાષ્ટ્ર તરફતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધા-સુમન અર્પિત કરું છું. સત્ય, અહિંસા અને પ્રેમનો તેમનો સંદેશ સમાજમાં સમરસતા અને સૌહાર્દનો સંચાર કરી સમસ્ત વિશ્વના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરે છે. તેઓ સંપૂર્ણ માનવતાના પ્રેરણા સ્રોત બનેલા છે. આવો ગાંધી જયંતિના પુનીત અવસર પર આપણે બદા પુનઃ સંકલ્પ લઈએ કે આપણે સત્ય અને અહિંસાના માર્ગનું અનુસરણ કરતાં રાષ્ટ્રના કલ્યાણ અને પ્રગતિ માટે સદૈવ સમર્પિત રહીશું અને સ્વચ્છ, સમૃદ્દ, સશક્ત અને સમાવેશી ભારતનું નિર્માણ કરી ગાંધીજીના સપનાને સાકાર કરશું.

મહાત્મા ગાંધીઃ ઈતિહાસ, સંઘર્ષ, આંદોલનો અને આત્મકથામહાત્મા ગાંધીઃ ઈતિહાસ, સંઘર્ષ, આંદોલનો અને આત્મકથા

પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું કે બાપૂના આદર્શો આપણને સમૃદ્ધ અને શ્રદ્ધાળુ ભારત બનાવવામાં માર્ગદર્શન કરે છે, આની સાથે જ તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે.

જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધી જયંતિના અવસર પર ટ્વીટ કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી, તેમણે લખ્યું, ગાંધીજીનું અસાધારણ વ્યક્તિત્વ અને સાધનાપૂર્ણ જીવને વિશ્વને શાંતિ, અહિંસા અને સંભાવનો માર્ગ દેખાડ્યો.

બાપુ વિશે વણકહેલી વાતો

  • મહાત્મા ગાંધીની 13 વખત ધરપકડ થઈ. તેમણે 17 મોટા ઉપવાશ કર્યા હતા.
  • બાપૂ સતત 114 દિવસ બૂખા રહ્યા હતા.
  • ગાંધીજીના નામે ભારતમાં 53 મુખ્ય માર્ગ છે જ્યારે વિદેસોમાં 48 રસ્તા છે.
  • 1921માં તેમણે પ્રણ લીધો હતો કે આઝાદી સુધી દરેક સોમવારે ઉપવાસ રાખીશ.
  • તેમણે કુલ એકક હજાર એકતાલીસ દિવસ ઉપવાસ કર્યા. જીવનમાં 35,000 પત્ર લખ્યા હતા.
English summary
Gandhi jayanti 2020: amit shah and ramnath kovind pay tridute to mahatma gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X