For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેંગરેપ પીડિતા દોઢ મહિનાથી ત્રણ ચોકીઓના ચક્કર કાપી રહી છે

પીએમ મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં યુપી પોલીસ કામ કરવા માટે કેટલી જાગરૂક છે, તે વાતનો અંદાઝો આ બાબતથી લગાવી શકાય છે કે છેલ્લા દોઢ મહિલાથી નાબાલિક રેપ પીડિતા ત્રણ ત્રણ પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પીએમ મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં યુપી પોલીસ કામ કરવા માટે કેટલી જાગરૂક છે, તે વાતનો અંદાઝો આ બાબતથી લગાવી શકાય છે કે છેલ્લા દોઢ મહિલાથી નાબાલિક રેપ પીડિતા ત્રણ ત્રણ પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહી છે. સીમા વિવાદનું કારણ આપીને પોલીસ સ્ટેશન કેસ લેવાથી ઇન્કાર કરતા રહ્યા અને પીડિતા ન્યાય માટે ભટકતી રહી.

સામુહિક દુષ્કર્મ

સામુહિક દુષ્કર્મ

ખરેખર આ ઘટના 8 મેં દરમિયાન થયી હતી જયારે ભેલૂપુર વિસ્તારમાં રહેતી એક નાબાલિક બાળકીને સ્કુલ જતા સમયે ઝડુંમંડીમાં રહેતા. કેટલાક યુવકો પરેશાન કરતા હતા. થોડા દિવસ સુધી આવું જ ચાલતું રહ્યું. પરંતુ એક દિવસ આ યુવકોએ બાળકીનું સ્કુલ જતા સમયે અપહરણ કરી લીધું. અપહરણ કર્યા પછી તેને શહેરના સુમસાન લોહતા વિસ્તારમાં લઇ ગયા. અહીં આરોપીઓ ઘ્વારા બાળકી સાથે સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું.

મામલો મીડિયામાં આવ્યો

મામલો મીડિયામાં આવ્યો

આ ઘટના પછી પીડિતા ગમે તેમ કરીને ત્યાંથી નીકળી શકી અને તેને પોતાના પરિવારને આ બાબતની જાણ કરી. પીડિતાના પિતા ન્યાય મેળવવા માટે પોલીસ ચોકી ગયા. પરંતુ પોલીસે કેસ નોધવાને બદલે તેને અલગ વિસ્તારનો કેસ ગણાવીને બીજા પોલીસ સ્ટેશનને મોકલી આપ્યા. પીડિતા અને તેની માતા લગભગ દોઢ મહિનાથી ભેલૂપુર, લકસા અને સીંગરા ચોકીના ચક્કર કાપી રહ્યા છે. પરંતુ કોઈ પણ પોલીસ તેમની મદદ નથી કરી રહ્યું. પરંતુ જયારે હાલમાં આ મામલો મીડિયામાં આવ્યો ત્યારે તેમને તરત એક્શન લેતા ભેલૂપુર ચોકીમાં કેસ નોંધ્યો છે.

દોઢ મહિના પછી કેસ નોંધાયો

દોઢ મહિના પછી કેસ નોંધાયો

આખો મામલો જયારે મીડિયામાં આવ્યો ત્યારપછી કેસ નોંધાઈ શક્યો છે. અધિકારીઓ ઘ્વારા ભેલૂપુર પોલીસ સ્ટેશનને કેસ નોંધવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જેના પર ભેલૂપુર પોલીસ ઘ્વારા કેસ નોંધીને પીડિતા સાથે પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ પણ કરી. હાલમાં પોલીસ આરોપીઓની શોધ કરી રહી છે. આ મામલે સીઈઓ ભેલૂપુર અયોધ્યા પ્રસાદ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે છોકરીના આરોપના આધારે કેસ નોંધી લેવામાં આવ્યો છે. પીડિતાને મેડિકલ ટેસ્ટ માટે મોકલી દેવામાં આવી છે.

English summary
Gang rape victim wants justice in varanasi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X