• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નકલી પાસપોર્ટ કેસમાં અબુ સલેમ દોષી, 28 નવેમ્બરે સજા

|
Google Oneindia Gujarati News
મુંબઇ, 19 નવેમ્બર: નકલી પાસપોર્ટ કેસમાં અંડર વર્લ્ડ ડોન અબુ સલેમ દોષી સાબિત થયો છે. સીબીઆઇની કોર્ટે સલેમને આજે દોષી ઠેરવતા પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો. હવે 28 નવેમ્બરના રોજ સલેમને સજા સંભળાવવામાં આવશે.

સીબીઆઇની ખાસ અદાલતના જજ એમ.વી રમણ નાયડૂએ અબુ સલેમને ઇન્ડિયન પેનલ કોડ હેઠળ નકલી પાસપોર્ટ કેસમાં દોષી ઠેરવ્યો છે. સીબીઆઇના સિનિયર સરકારી વકીલ ટી.વી રમણે જણાવ્યું કે અબુ સલેમને આઈપીસીની 120-બી (ગુનાઇત કાવતરું), 419 (વેશધારણ દ્વારા ઠગાઈ), 468 (છેતરપિંડી ના હેતુ માટે બનાવટી દસ્તાવેજ), તથા 471 (બનાવટી દસ્તાવેજોનો સાચા દસ્તાવેજો તરીકે ઉપયોગ કરીને) કલમ હેઠળ દોષી ઠેરવામાં આવ્યો છે.

આ મામલામાં કોર્ટમાં સીબીઆઇ તરફથી કહેવામાં આવ્યું હતું કે આરોપી અબુ સલેમ દ્વેષી પ્રકારનો ગુનેગાર છે અને મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં પણ તેનો હાથ હતો. આમાં 12 માર્ચ 1993ના રોજ લગભગ 257 વ્યક્તિઓના મોત થઇ ગયા હતા.

જોકે આરોપી સલેમ નકલી પાસપોર્ટની મદદથી ભારત છોડીને ભાગી ગયો હતો. ખૂબ જ જહેમત બાદ સલેમ 11 નવેમ્બર 2005ના રોજ પુર્તગાલમાંથી પ્રત્યર્પણ સંધિ કરીને ભારત લાવવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અબુ સલેમ, તેની પત્ની સમીરા અને પૂર્વ પ્રેમિકા મોનિકા બેદી પર પણ નકલી પાસપોર્ટ બનાવડાવાનો આરોપ હતો. બેદીને આ મામલે પહેલા જ મૂક્ત કરી દેવાઇ હતી.

English summary
A special CBI court here today convicted extradited gangster Abu Salem in a 2001 fake passport case. The 3rd special court for CBI cases Judge M V Ramana Naidu held the underworld don guilty under different sections of IPC for obtaining a passport under a fictitious name and address from Kurnool district of Andhra Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X