For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણેશ ચતુર્થી ઉત્સવ: ગણેશ મંડપમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

lord ganesha
મુંબઇ, 18 સપ્ટેમ્બર: મહારાષ્ટ્રમાં ગણેશોત્સવના અવસરે મિની સ્કર્ટ્સ, શોર્ટ્સ અને ઘૂંટણથી ઉપર સુધીના કપડાં પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એક સંગઠનના જણાવ્યા અનુસાર બુધવારથી શરૂ થનારા ગણેશ ઉત્સવમાં આ વર્ષે ' અંધેરીના રાજા'ના દર્શન કરવા માંગતાં ભક્તોએ આ નિયમનું પાલન કરવું પડશે.

અંધેરીના રાજા સાર્વજનિક ગણેશોત્સ મંડળના પ્રવક્તા ઉદય સલિયાને જણાવ્યું હતું કે ' લાંબી ચર્ચા બાદ અમે નિર્ણય કર્યો છે કે અંધેરીચા રાજાના દર્શન માટે આવનારા ભક્તોએ અમારા ડ્રેસ કોડનું કડક રીતે પાલન કરવું પડશે.

ગણેશ ચતુર્થીના આ તહેવારની શરૂઆત સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાલ ગંગાધર તિલકે 1894માં કરી હતી. ગણેશ ચતુર્થીના આ તહેવાર પર ડ્રેસ કોડ નક્કી કરનાર રાજ્યની પ્રથમ મંડળી છે. સલિયાનના અનુસાર ' 13 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિને ભલે તે પુરૂષ હોય કે સ્ત્રી તેને આ નિયમનું પાલન કરવું પડશે. નિયમનું પાલન ન કરનારને મંડપની અંદર પ્રવેશવા દેવામાં નહીં આવે.

English summary
Having mysteriously banned devotees over 13 years from entering their pandal for darshan if they are dressed in short clothes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X