For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 રૂપિયા ખર્ચ પરંતુ 50 પૈસામાં વેચવા માટે મજબુર ખેડૂત

મધ્યપ્રદેશ માં લસણ ઉત્પાદન કરતા ખેડૂતોમાં હાહાકાર મચી ગયો છે. તેનું કારણ લસણ પર મળતી ઓછી કિંમત છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશ માં લસણ ઉત્પાદન કરતા ખેડૂતોમાં હાહાકાર મચી ગયો છે. તેનું કારણ લસણ પર મળતી ઓછી કિંમત છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, એક કિલો લસણની ઉપજાવવા માટે તેમને 15 રૂપિયા ખર્ચ લાગે છે. પરંતુ તેમને ફક્ત 50 પૈસા જ મળે છે. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે મધ્યપ્રદેશના શિવરાજ સિંહે કોઈ પગલાં લીધા નથી. ચૂંટણી વર્ષના કારણે, શિવરાજ સરકાર સંકટમાં આવી શકે છે.

ઓછી કિંમત મળવાથી ખેડૂત પરેશાન

ઓછી કિંમત મળવાથી ખેડૂત પરેશાન

ઉપજ માટે યોગ્ય કિંમત નહીં મળવાથી ખેડૂતો ગુસ્સે છે. મધ્યપ્રદેશની માલવા મંડીમાં લસણ આ સમયે 50 પૈસાથી 6 રૂપિયે કિલો વેચાઈ રહ્યું છે. સામાન્ય રીતે મધ્યપ્રદેશ મંડીમાં લસણ 32 રૂપિયે કિલો વેચાય છે. પરંતુ આ વખતે લસણ 50 પૈસે કિલો મળી રહ્યું છે.

શિવરાજ સરકારે લસણ ભાવાંતર યોજનામાં શામિલ કર્યું

શિવરાજ સરકારે લસણ ભાવાંતર યોજનામાં શામિલ કર્યું

ખેડૂતોનું સંકટ જોઈને શિવરાજ સરકારે લસણ ભાવાંતર યોજનામાં શામિલ કર્યું છે. જેના હેઠળ પ્રદેશમાં લસણનું સમર્થન મૂલ્ય 3200 રૂપિયે પ્રતિ કવીન્ટલ નક્કી કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ લસણની કિંમતમાં કોઈ જ ફેર નથી પડી રહ્યો. મધ્યપ્રદેશ મંડીઓમાં લસણ હજુ પણ 50 રૂપિયે કવીન્ટલ થી લઈને 600 રૂપિયે કવીન્ટલ ચાલી રહ્યું છે. આ ભાવમાં ખેડૂતો પોતાનું રોકાણ પણ નથી કાઢી શકતા.

ઉજ્જેન મંડીમાં 50 પૈસે કિલો મળી રહ્યું લસણ

ઉજ્જેન મંડીમાં 50 પૈસે કિલો મળી રહ્યું લસણ

લસણની કિંમત ઘટી તો ખેડૂતો પ્રદર્શન કરવા માટે ઉતરી આવ્યા. વિરોધ કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે તેઓ આ કિંમતમાં લસણ નહીં વેચી શકે. તેના કરતા તો સારું તેઓ તેને ફેંકી દેશે. મધ્યપ્રદેશની લગભગ બધી જ મંડીઓમાં લસણ ખુબ જ પછી કિંમતમાં મળી રહ્યું છે. ઉજ્જેન મંડીમાં 50 પૈસા, મંદસોર અને સામગઢ મંડીમાં 1 રૂપિયા પ્રતિ કિલો, નિમચ માં 2 રૂપિયા અને ઇન્દોર મંડીમાં 4 થી 5 રૂપિયે પ્રતિ કિલો લસણ મળી રહ્યું છે.

English summary
Garlic price goes down 50 paisa farmer crying
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X