કોરોનાવાઈરસની લડાઈ માટે ગૌતમ ગંભીરે 50 લાખ રૂપિયાની મદદનું એલાન કર્યું
નવી દિલ્હીઃ આખો દેશ જીવલેણ કોરોનાવાઈરસ વિરુદ્ધ એકજૂટ થઈ લડાઈ લડી રહ્યો છે. સરકાર સંક્રમણથી લોકોને બચાવવા માટે દરેક સંભવ પગલાં ઉઠાવી રહી છે. સંક્રમણને પગલે કેટલાય રાજ્યોમાં લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે, જેના કારણે લોકોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સંક્રમણને પગલે ગરીબોએ ગણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં સમાજના વિવિધ વર્ગથી મદદ માટે લોકો હાથ આગળ વધારી રહ્યા છે. પૂર્વ ક્રિકેટર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે પણ કોરોનાવાઈરસ સંક્રમણથી લડવા માટે 50 લાખ રૂપિયાનું ફંડ આપવાનું એલાન કર્યું છે.

50 લાખનું ફંડ
ગૌતમ ગંભીરે ટ્વીટ કરી આ વિશે જાણખારી આપી છે. તેમણે ટ્વીટ કરી લખ્યું કે, હથિયાર વિના જંગ ના જીતી શકાય. કોરોનાના ઈલાજ અને ઉપકરણોમાં કોઈ કમી ના થાય માટે ઈચ્છું છું કે મારા સાંસદ ફંડથી 50 લાખ આપવામાં આવે. ઘરની અંદર રહો, સાવધાની અને સફાઈ રાખો અને સરકારનો સાથ આપો. ગૌતમ ગંભીરે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આફંડ આપવાનું એલાન કર્યું છે.

આખી દિલ્હીમાં કલમ 144 લાગૂ
ઉલ્લેખનીય છે કે આખી દિલ્હીમાં કલમ 144 લાગૂ છે. અગાઉ પોલીસે તમામ પ્રદર્શનકારીઓને સૂચિત કર્યા હતા કે પ્રદર્શન સ્થળ પર 4થી વધુ મહિલાઓ બેસી ના શકે. પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે 31 માર્ચ સુધી ચારથી વધુ મહિલાઓ અહીં બેસી ના શકે. પોલીસ મુજબ ચારથી વધુ કોઈપણ મહિલા અહીં બેસે છે તો તેની ધરપકડ કરી લેવામાં આવશે. આની સાથે જ પોલીસે પ્રદર્શનકારીઓને કહ્યું કે તેઓ એકબીજાથી ઓછામા ઓછું 3 મીટરની દૂરી બનાવીને બેસે. પરંતુ હવે પોલીસે હવે તેમને હટાવવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

સંક્રમણના મામલા સતત વધી રહ્યા છે
જણાવી દઈએ કે કોરોનાવાઈરસને પગલે 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના 548 જિલ્લામાં સોમવારે સાંજે સંપૂર્ણ લોકડાઉનની ઘોષણા કરવામાં આવી. એકલા સોમવારે જ 95 નવા કોરોના પોજિટિવ કેસની પુષ્ટિ થઈ જે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ આંકડા છે. સોમવારની રાત સુધી આ વાયરસથી કુલ 471 લૉકો પોઝિટિવ મળ્યા છે. જ્યારે દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર, ચંદીગઢ, પોંડીચેરીમાં 31 માર્ચ સુધી કર્ફ્યૂ લાગૂ થઈ ગયું છે.
coronavirus: અમેરીકાથી પરત ફરેલ વૃદ્ધને કોરોના પોઝિટીવ, પરીવાર પણ શંકાસ્પદ