For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૅબર્ડે મહેકાવી તુલસી, જેઠમલાણીથી લજ્જિત રામ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 9 નવેમ્બર. તુલસી ગૅબર્ડ અને રામ જેઠમલાણી. કહેવા માટે બે નામો છે. બંનેમાં સમાનતા શું છે? પ્રથમ સમાનતા તો એ છે કે બંને જ રાજકારણમાં છે. એક અમેરિકાના રાજકારણમાં છે, તો બીજાં ભારતના રાજકારણમાં.

Tulsi-Jethmalani

ભારત અને અમેરિકાનું રાજકારણ બિલ્કુલ ભિન્ન છે. તેમાં કોઈ બે-મત નથી, પરંતુ અમે અહીં બંને દેશોનાં રાજકારણની ચર્ચા નથી કરી રહ્યાં. હાલ ચર્ચાનો મુખ્ય વિષય નામ છે અને નામ સાથે જોડાયેલ ભારતીય સંસ્કૃતિ તેમજ ભારતીય ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે આસ્થા છે. બંને જ રાજકાયી મહાનુભાવાઓએ છેલ્લા અડતાલીસ કલાક દરમિયાન એક ક્રિયા કરી છે, પરંતુ બંને ક્રિયાઓમાં તેમના નામની સાર્થકતા અંગે જોરદાર વિરોધાભાસ દેખાઈ આવે છે.

તુલસી ગૅબર્ડે ભારતથી સાત સમુદ્ર દૂર અમેરિકામાં ત્યાંની પ્રતિનિધિ સભામાં શપથ લીધાં છે, તો બીજી બાજું રામ જેઠમલાણીએ અમેરિકાથી સાત સમંદર દૂર ભારતમાં એક નિવેદન આપ્યું છે. તુલસી ગૅબર્ડ હકીકતમાં ભારતીય સંસ્કૃતિ અને તેના અધ્યાત્મ, ગીતા-રામાયણ વગેરે શાસ્ત્રોથી ઓતપ્રોત છે. તુલસી ગૅબર્ડ હિન્દૂ માતા અને ક્રિશ્ચિયન પિતાનાં સંતાન છે. એવામાં તેમના નામથી જ સ્પષ્ટ થઈ જાય છે કે તુલસી ગૅબર્ડમાં તુલસી ભારત અને ભારતીય સંસ્કૃતિની પ્રતીક છે અને તેનું પ્રમાણ તેમણે આપ્યું પણ. તુલસી ગૅબર્ડે અમેરિકા સહિત સમગ્ર દુનિયામાં ઇતિહાસ લખ્યું છે કારણ કે તેઓ પ્રથમ હિન્દૂ-અમેરિકન મહિલા છે કે જેમણે અમેરિકી પ્રતિનિધિ સભામાં હવેલી સીટ ઉપર કબ્જો જમાવ્યા બાદ પ્રવેશ કર્યો છે. તેઓ પ્રથમ નેતા છે કે જેમણે ભગવત ગીતા વાંચી સભ્ય પદનાં શપથ ગ્રહણ કર્યાં. એટલું જ નહિં, તુલસી ગૅબર્ડે પોતાના શપથ રીતસર સંસ્કૃતમાં વાંચ્યાં. તુલસી ગૅબર્ડે માઇલો દૂર અમેરિકામાં રહી ગીતા વાંચી શપથ ગ્રહણ કર્યાં. એવું કરી વાસ્તવમાં તેમણે પોતાના નામમાં સમાહિત ભારતીય સંસ્કૃતિના પ્રતીક તુલસી શબ્દને સાર્થક કરી બતાવ્યું.

હવે આવો આપને બતાવીએ નામના વિરોધાભાસનો બીજો ચહેરો. ભારતમાં સામાન્ય રીતે લોકોના નામ રામાયણ અને મહાભારત-ગીતાના પાત્રો પર આધારિત હોય છે. એવાં જ એક મહાનુભાવ છે રામ જેઠમલાણી. ભારતીય રાજકારણમાં છે. ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલાં છે.

એક બાજુ અમેરિકામાં તુલસી ગૅબર્ડ ઉપર તુલસી રૂપી ભારતીય સંસ્કૃતિ હાવી હતી, તો બીજી બાજુ અહીં ભારતમાં રહેતાં રામ જેઠમલાણી પોતાના નામમાં સમાહિત રામને જ લજ્જિત કરી બેસ્યાં. રામાયણના ધોબીને ઢાળ બનાવી જેઠમલાણી પોતે જ રામના ધોબી બની ગયાં. તેમણે કહી નાંખ્યું કે રામ એક સારા પતિ નહોતાં, કારણ કે તેમણે એક ધોબીના કહેવા પર પોતાનાં પત્ની સીતા સાથે અન્યાય કર્યો.

હવે જરા બતાવો કે જેઠમલાણીજીના આવા માનસિક દેવાળાને કયું નામ આપવામાં આવે? સીતા સાથે અન્યાયના મુદ્દે અનેક ટીકાઓ અને આલોચનાઓ લખાઈ ચુકી છે. જેઠમલાણી જ બાકી રહી ગયા હતાં? તેમને કમ સે કમ પોતાના નામ સાથે જોડાયેલ રામ ઉપર તો દયા આવવી જોઈતી હતી. જેઠમલાણી આ પ્રકારનું નિવેદન આપતી વખતે ભુલી ગયાં કે રામે ધોબીની વાત માની પ્રજાને પરિવાર કરતાં વધુ મહત્વ આપ્યુ હતું.

જેઠમલાણીને કોણ સમજાવે? આજના રાજકારણમાં પ્રજા તો જાય છે ભાડમાં, પરિવાર જ સર્વોપરિ હોય છે. એવામાં જેઠમલાણીની વિચારસરણી વર્તમાન ભારતીય રાજકારણના હિસાબે બિલ્કુલ બરાબર છે. એ જ તો કારણ છે કે જો નહેરૂથી માંડી ઇંદિરા અને ઇંદિરાથી માંડી રાજીવ-સોનિયા-રાહુલ-પ્રિયંકા સુધી પરિવારવાદ ચાલી આવે છે, તો જેઠમલાણીના પુત્ર મહેશ પણ તો પિતાનો રાજકીય વારસો સંભાળવા તૈયાર બેઠેલાં છે. આવી પરિવારવાદ ધરાવતી માનસિકતામાં રામ ક્યાં અને કઈ રીતે થોભી શકે?

પ્રણામ છે તુલસી ગૅબર્ડને કે જેમણે અમેરિકામાં રહી ગીતા વાંચી શપથ ગ્રહણ કર્યાં અને ધિક્કાર છે રામ જેઠમલાણીને કે જેઓ ભારતમાં રહીને પણ રામને નથી સમજી શકતાં.

English summary
America's first ever Hindu Congress Woman Gabbard will take her oath of office over a Bhagavad Gita.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X