For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગીતિકા આત્મહત્યા કેસ: ગોપાલ કાંડાની જામીન અરજી નામંજૂર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

gopal kanda
નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર: એર હોસ્ટેસ ગીતિકા આત્મહત્યા કેસના મુખ્ય આરોપી ગોપાલ કાંડાની જામીન અરજીને રોહિણી જિલ્લા અદાલતે નકારી કાઢી છે. પોલીસની દલીલો સાથે સહમતિ દર્શાવતા કોર્ટે સ્વીકાર્યું હતું કે આ કેસમાં વધુ તપાસની જરૂર છે. તો બીજી તરફ શુક્રવારે આ કેસના સહ આરોપી અરૂણ ચડ્ડાની જામીન અરજી પર દિલ્હી હાઇકોર્ટ સુનાવણી કરશે. જિલ્લા અને એડિશનલ સેશન જજ એસ કે સીકરીએ કહ્યું હતું કે પોલીસ દ્રારા જમા કરવવામાં આવેલા દસ્તાવેજોમાં એક સ્ત્રી વિશેષજ્ઞનો રિપોર્ટ છે, જે દર્શાવે છે કે પીડિતા ગર્ભવતી હતી.

આરોપી અને પીડિતા 9 માર્ચ 2012ના રોજ આ મુદ્દે ડૉક્ટરને મળવા ગયા હતા. આ વાતની તપાસ થવી જરૂરી છે કે શું ગીતિકાનું ગર્ભવતી થવું અને કાંડાની કંપનીમાં ગીતિકાનું જોડાવવાને લઇને કથિત દબાણ વચ્ચે કોઇ સંબંધ છે. ચાર મેના રોજ ગીતિકા દ્રારા લખવામાં આવેલી પોતાની સુસાઇડ નોટનું કારણ આ હોઇ શકે, જેથી આત્મહત્યા વિશે વિચાર્યું પરંતુ કોઇ કારણસર પોતાનો વિચાર બદલી દિધો.

English summary
It seems that former Haryana minister Gopal Kanda will not be relieved so easily as his judicial custody on Tuesday, Sept 25 has been extended till Oct 6. Judicial custody of Kanda's aide Aruna Chaddha has also been extended till Oct 6.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X