For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM ગહેલોતે રાજ્યપાલની શરતોનો કર્યો અસ્વીકાર, સત્ર બોલાવવુ સરકારનો હક

આજે ગહેલોત સરકારની કેબિનેટ બેઠક થઈ જેમાં રાજ્યપાલની શરતો પર વિધાનસભાનુ સત્ર ચાલવાના આદેશનો સ્વીકાર કરવામાં આવ્યો નથી.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલ રાજકીય ડ્રામા વચ્ચે આજે ગહેલોત સરકારની કેબિનેટ બેઠક થઈ જેમાં રાજ્યપાલની શરતો પર વિધાનસભાનુ સત્ર ચાલવાના આદેશનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. રાજસ્થાન કેબિનેટે એક વાર ફરીથી રાજ્યપાલને વિધાનસભા સત્ર બોલાવવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. કહેવામાં આવ્યુ છે કે રાજ્યપાલે કેબિનેટની સલાહ માનવાની હોય છે નહિતર બંધારણીય સંકટ થશે. કેબિનેટ રાજ્યપાલની શરતોનો સ્વીકાર નહિ કરે.

રાજ્યપાલને ફરીથી મોકલવામાં આવ્યો સત્ર બોલાવવાનો પ્રસ્તાવ

રાજ્યપાલને ફરીથી મોકલવામાં આવ્યો સત્ર બોલાવવાનો પ્રસ્તાવ

અશોક ગહેલોતના આવાસ પર થયેલી બેઠક બાદ મીડિયા સાથે થયેલી વાતચીતમાં મંત્રી હરીશ ચૌધરીએ કહ્યુ કે સરકાર 31 જુલાઈએ વિધાનસભાનુ સત્ર બોલાવવા ઈચ્છે છે નહિ કે 21 દિવસની નોટિસ જારી કર્યા બાદ. બેઠકમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યુ કે વિધાનસભા સત્ર બોલાવવુ સરકારનો હક છે. તેમણે કહ્યુ કે રાજ્યપાલ કલરાજ મિશ્રા દ્વારા ઉઠાવવામાં આવેલા ત્રણ વાંધા કેબિનેટને મંજૂર નથી.

વિધાનસભા સત્ર બોલાવવુ અમારો હકઃ ગહેલોત

વિધાનસભા સત્ર બોલાવવુ અમારો હકઃ ગહેલોત

મંત્રી હરીશ ચૌધરીએ કહ્યુ કે 21 દિવસની નોટિસ આપવી સરકારનો અધિકાર છે, રાજ્યપાલનો નહિ. વિધાનસભા બોલાવવી સરકારનો હક છે. રાજ્યપાલ વિધાનસભા અધ્યક્ષના કામમાં હસ્તક્ષેપ ના કરે. તેમણે રાજ્યપાલને અનુરોધ કરીને કહ્યુ કે સરકારનુ કામ સરકારને અને અધ્યક્ષનુ કામ અધ્યક્ષને કરવા દજો. મંત્રીએ એ પણ કહ્યુ કે રાજ્યપાલ સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયો અનુસાર જ કામ કરે. સરકાર પાસે બહુમત છે. મુખ્યમંત્રી અશોક ગહેલોત તરફથી અત્યાર સુધી બે વાર રાજ્યપાલ કલરાજ મિક્ષાને વિધાનસભા સત્ર બોલાવવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. બે વાર રાજ્યપાલે આને પાછો મોકલી દીધો છે.

રાજ્યપાલે બંધારણની જોગવાઈઓનુ ઉલ્લંઘન કર્યુઃ ગહેલોત

રાજ્યપાલે બંધારણની જોગવાઈઓનુ ઉલ્લંઘન કર્યુઃ ગહેલોત

કેબિનેટની બેઠક બાદ રાજસ્થાન સરકારે રાજ્યપાલને અવગત કરાવ્યા કે તેમને મંત્રીમંડળ દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવને અસ્વીકાર કરવાનો અધિકાર નથી. ગહેલોત સરકારે એ પણ જણાવ્યુ કે વિધાનસભા સત્ર બોલાવવાના પ્રસ્તાવ પર સંમત ન હોવાના કારણે રાજ્યપાલે બંધારણની જોગવાઈઓનુ ઉલ્લંઘન કર્યુ. આ તરફ કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાન સરકાર પાડવાની કોશિશ અને બંધારણીય કાર્યાલયોના દૂરુપયોગ સામે રવિવારે એક રાષ્ટ્રવ્યાપી અભિયાન સ્પીક અપ ફૉર ડેમોક્રેસી આયોજિત કર્યુ. પાર્ટી અનુસાર આ અભિયાન આખા ભારતમાં ટૉપ ટ્રેન્ડ કરતુ રહ્યુ.

પૂર્વ અમદાવાદની GCS હોસ્પિટલે કોરોનાના 2000 દર્દીને સાજા કર્યાપૂર્વ અમદાવાદની GCS હોસ્પિટલે કોરોનાના 2000 દર્દીને સાજા કર્યા

English summary
Gehlot says Governor violated Constitution by not agreeing with Cabinet, Cabinet reject riders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X