For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જરૂર પડી તો ફરીથી પાકિસ્તાનમાં ઘુસીને મારીશુઃ આર્મી જનરલ હુડા

રિટાયર્ડ આર્મી જનરલ ડીએસ હુડાએ કહ્યુ છે કે જો જરૂર પડી તો ભારત ફરીથી પાકિસ્તાનમાં ઘુસીને સર્જીકલ સ્ટ્રાઈકને અંજામ આપી શકે છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માં ઘુસીને બે વર્ષ પહેલા ઈન્ડિયન આર્મીએ સર્જીકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. ત્યારબાદ સરકારે આનો વીડિયો પણ જારી કર્યો છે. આ દરમિયાન રિટાયર્ડ આર્મી જનરલ ડીએસ હુડાએ કહ્યુ છે કે જો જરૂર પડી તો ભારત ફરીથી પાકિસ્તાનમાં ઘુસીને સર્જીકલ સ્ટ્રાઈકને અંજામ આપી શકે છે. નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડાના નેતૃત્વમાં જ ઈન્ડિયન આર્મીએ ત્રણ કિમી સુધી પીઓકેમા ઘુસીને આતંકીઓના બંકર ધ્વસ્ત કરી દીધા હતા.

general huda

જનરલ હુડાએ કહ્યુ કે, 'સર્જીકલ સ્ટ્રાઈકનો નિર્ણય રાજકીય નેતાઓ તરફથી આવ્યો હતો પરંતુ મિલિટ્રી કંઈ કરવા માટે સમજૂતી વિશે વિચારી રહી હતી. જો અમારે પાકિસ્તાનને વધુ એક જવાબ આપવાની જરૂર પડી તો અમે ચોક્કસ કરીશુ.' તેમણે કહ્યુ કે આ આખા ઓપરેશન પર જમ્મુ કાશ્મીરમાં ઈન્ડિયન આર્મીના સ્ટ્રેટેજિક નોર્ધન કમાંડના ઉધમપુર હેડક્વાર્ટરથી નજર રાખવામાં આવી હતી.

જનરલ હુડાએ કહ્યુ કે આ ઓપરેશનમાં સૌથી મોટી ચુનોતી ત્યારે જોવા મળી જ્યારે ટીમે સીમા પાર કરી દીધી અને પાકિસ્તાન આર્મીની ચોકીઓ પાસે આતંકી કેમ્પોનો સામનો થયો. તેમણે કહ્યુ કે આની જાણકારી દિલ્હીને આપી દેવામાં આવી હતી અને આખુ ઓપરેશન છ કલાક સુધી ચાલ્યુ હતુ. જેમાં પહેલો હુમલો લગભગ અડધી રાતે થયો હતો અને સવારે 6.15 વાગે ઈન્ડિયન આર્મીએ છેલ્લો હુમલો કર્યો હતો.

સરકારે સર્જીકલ સ્ટ્રાઈક અંગેનો વીડિયો મીડિયામાં શેર કરી દીધો છે. મીડિયા ગયા બુધવારથી આ વીડિયો બતાવી રહી છે. જેમાં ઈન્ડિયન આર્મીની સ્પેશિયલ ફોર્સ પીઓકેમાં ઘુસીને આતંકીઓના બંકરને નિશાન બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે ઉરી હુમલા બાદ ઈન્ડિયન આર્મીએ પાકિસ્તાન સામે બદલો લેવા માટે સર્જીકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો.

English summary
General in charge of surgical strikes on Pakistan says, we can do it again
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X