Video: ક્રોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ બન્યા "એક્ટર"
તમે આજ દિવસ સુધી એક્ટ્રરોને નેતા બનતા જોયા હશે પણ આજે તમે એક નેતાને અભિનેતા તરીકે જોશો. હું વાત કરું છું ક્રોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદની.
રાજનૈતિક રીતે અત્યાર સુધી ટેલેન્ટ બતાવી ચૂક્યા સલમાને હવે એક એક્ટર તરીકે પોતાની ટેલેન્ટ બતાવી. એટલું જ નહીં સલમાને આ માટે ડાન્સ પણ કર્યો.
ભારતમાં જર્મનીના રાજદૂત માઇકલ સ્ટૈનર બોલિવૂડને બિરદાવા માટે એક મ્યુઝિક વિડિયો બનાવ્યો છે. જેમાં "પોલિટિકલ ડિપ્લોમીસી" હેઠળ સલમાન ખુર્શીદે પણ એક્ટીંગ કરી છે.
જો કે સલમાન ખુર્શીદને આ એક્ટિંગ કંઇ જેવી તેવી એક્ટિંગ નથી.સલમાનની આ એક્ટિંગ જોઇને ભલભલા એક્ટ્રરોને પસીનો છૂટી જશે. ત્યારે સલમાન ખુર્શીદના આ વિડિયોની ઝલક તમે મેળવો આ ફોટોસ્લાઇડરમાં અને હા સ્લાઇડરના અંતે તેનો વીડીયો પણ છે જે જોઇને તમે જરૂરથી અચંભિત થઇ જશો.

કલ હો ના હો
2003માં આવી બોલિવૂડની સુપર ડૂપર હિટ મૂવી "કલ હો ના હો". જેમાં શાહરૂખ ખાન, પ્રિટી ઝિંટા અને સૈફ અલી ખાન લીડ રોલમાં હતા.

2015 "કલ હો ના હો"
આ ફિલ્મનું ગીત પર જર્મન રાજદૂત માઇકલ સ્ટૈનરે બનાવ્યો મ્યૂઝિક વિડિયો. જેમાં માઇકલ- શાહરૂખ તરીકે, તેમની વાઇફ અને ક્રોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ સૈફ અલી ખાનની ભૂમિકામાં બતાવામાં આવ્યા

માઇકલ બોલિવૂડના ફૈન
જર્મન રાજદૂત માઇકલ સ્ટૈનર છે બોલિવૂડ ફિલ્મોના બીગ ફૈન. વળી તે એક્ટિંગનો શોખ પણ ધરાવે છે. આ માટે જ તેમણે તેમના ફેવરેટ ફિલ્મ કલ હો ના હો પર આ મ્યૂઝિક વિડિયો બનાવ્યો છે.

સલમાન, સૈફની ભૂમિકામાં
ક્રોંગ્રેસના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદ આ વીડીયોમાં સૈફ અલી ખાનની ભૂમિકા ભજવી રહ્યા છે. સલમાને આ વીડીયો કરવાની હા રાજકીય કૂટનીતિના કારણે પાડી છે તેવું સલમાનનું કહેવું છે.

સલમાન બન્યા ડાન્સર
એટલું જ નહીં સલમાન ખુર્શીદે આ વીડીયો માટે કર્યો છે બોલ ડાન્સ. અને કહેવું પડશે કે સલમાન છે એક સારા ડાન્સર.

માઇકલનું બેસ્ટ લિપસિંગ
આ સમગ્ર ગીતમાં જર્મન રાજદૂત માઇકલ સ્ટૈનરે અદ્ધભૂત સોંગ લિપસિંગ કર્યું છે લાગે જ નહીં કે તે આ ગીત નથી ગાઇ રહ્યા.

એલીસીને રિઝવી રહ્યા છે સલમાને
આ ગીતમાં પ્રિટી ઝિંટાનું પાત્ર માઇકલની વાઇફ એલીસી ભજવ્યું છે. અને સલમાન ખુર્શીદી તેને ક્યૂટી તેને પટાવી રહ્યા છે.

કલ હો ના હોનો આ સીન
શાહરૂખ અને પ્રિટીનો આ સીન યાદ છે જ્યારે તે મૂવી જોવા ગયા હોય છે તે સીન આ વીડીયોમાં કંઇક આ રીતે બતાવ્યો છે.

સૈફ અને પ્રિંટી
સૈફ પ્રિટીંના ખભા પર હાથ મૂકે છે તે સીન પણ આ વીડીયોમાં ક્યૂટલી બતાવ્યો છે.

સલામાનની અદ્ધભૂત એક્ટીંગ
જો કે એક વાત તો માનવી પડશે કે સલમાને આ વીડીયોમાં અદ્ધભૂત એક્ટીંગ કરી છે. તેમની એક્ટીંગ જોઇને લાગે છે કે જો તે ફિલ્મોમાં આવ્યા હોત તો ચોક્કસ સફળ જાત.
મ્યુઝિક વિડિયો
તો હવે આ વિડિયો પણ જોઇ લો જે જર્મન રાજદૂત માઇકલ સ્ટૈનર અને ભારતના ભૂતપૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદને દર્શાવે છે.