જર્મનીથી દિલ્હી પહોંચ્યો 'સંજીવનીનો પર્વત', એક દિવસમાં 4 લાખ લીટર ઑક્સીજન તૈયાર થશે
દેશના વિવિધ રાજ્યોમાં હાલ કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવી રાખ્યો છે. શનિવારે સતત ત્રીજા દિવસે દેશમાં કોરોના વાયરસના 4 લાખથી વધુ નવા મામલા સામે આવ્યા. દર્દીઓની સંખ્યા વધવાની સાથે જ કેટલાય રાજ્યોના હોસ્પિટલોમાં ઑક્સીજનનો સંકટ પણ વધવા લાગ્યો છે. સંકટના આ સમયે અહીં ઑક્સીજન એક્સપ્રેસ દ્વારા અલગ અલગ રાજ્યોમાં ઑક્સીજન પહોંચાડવામાં આવી રહ્યો છે, જ્યારે વિદેશોથી પણ ભારતની મદદ માટે હાથ ઉઠી રહ્યા છે. આ કડીમાં શનિવારે જર્મનીથી 4 લાખ લીટર ઑક્સીજન બનાવવાની ક્ષમતા વાળો ઑક્સીજન પ્લાન્ટ ભારત પહોંચ્યો.

એક દિવસમાં 4 લાખ લીટર ઑક્સીજન બનશે
કોરોના વાયરસ મહામારીના સંકટમાં જર્મનીએ મદદ તરીકે શનિવારે એક ઑક્સીજન પ્લાન્ટ દિલ્હી મોકલ્યો. આ ઑક્સીજન પ્લાન્ટને ડીઆરડીઓ તરફથી ચલાવવામાં આવી રહેલ સરદાર પલ્લભભાઈ પટેલ કોવિડ હોસ્પિટલમાં સ્થાપિત કરાશે. જર્મનીના આ પ્લાન્ટમાં 4 લાખ લીટર ઑક્સીજન બનાવવાની ક્ષમતા છે. ભારતમાં જર્મનીના રાજદૂત વાલ્ટર જે લિંડનરે શનિવારે આ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું.

સંકટના સમયે ભારતે દુનિયાની મદદ કરી, હવે અમારો વારો
ઑક્સીજન પ્લાન્ટના નિરીક્ષણ દરમ્યાન વૉલ્ટર જે લિંડનરે કહ્યું કે, 'કોરોના સંકટ દરમ્યાન ભારતે આગળ આવી દુનિયાની મદદ કરી. બસ એ ઉમ્મીદના બદલામાં જ હવે અમે ભારતની મદદ કરી રહ્યા છીએ. જ્યારે ભારતમાં સૌથી વધુ ઑક્સીજનની જરૂરત હોવાનું માલૂમ પડ્યું કે તરત જ અમે અમારી આર્મીને તૈયાર કરી અને વિરાટ ઑક્સીજન પ્લાન્ટ લઈને ભારત આવી ગયા. મારા હિસાબે સોમવારે સવાર સુધી આ પ્લાન્ટનું ટેસ્ટ રન કરી લેશું.'

આઈટીબીપી રેફરલ હોસ્પિટલમાં પણ ઑક્સીજન પ્લાન્ટ લાગ્યો
જણાવી દઈએ કે અગાઉ ગુરુવારે ગ્રેટર નોઈડાના આઈટીબીપી રેફરલ હોસ્પિટલમાં પણ ઈટલીની મદદથી પણ એક ઑક્સીજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટથી એક સમયે 100થી વધુ દર્દીઓને પાઈપલાઈન દ્વારા ઓક્સિજનની સપ્લાઈ કરવામાં આવી શકે છે. જ્યારે કોરોનાના દર્દીઓ માટે ઑક્સીજનનો સંકટ દૂર કરવા માટે દેશના કેટલાય હોસ્પિટલમાં પીએમ કેર્સ ફંડ અંતર્ગત ઑક્સીજન પ્લાન્ટ પણ સ્થાપિત કરાયા છે. આ ઉપરાંત ઑક્સીજન એક્સપ્રેસ દ્વારા વિવિધ રાજ્યોમાં ઑક્સીજનના ટેંકર પહોંચાડવામાં આવી રહ્યા છે.

કોરોનાથી એક દિવસમાં 4187 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ કોરોના વાયરસનું સંક્રમણ ઘણું તેજીથી ફેલાઈ રહ્યું છે. શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પાછલા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 4,01,078 નવા દર્દી મળ્યા અને 4187 લોકોના મોત થયાં હોવાનું જણાવ્યું છે.
ચીનની બેલગામ રોકેટ હિંદ મહાસાગરમાં ખાબકી, ચીની મીડિયાએ કર્યો આ દાવો
જો કે એક દિવસમાં 3 લાખ 18 હજાર 609 દર્દીઓ કોરોનાને માત આપી પોતાના ઘરે પાછા પણ ફર્યા છે. નવા દર્દીઓ મળ્યા બાદ દેશમાં હવે કોરોનાવાયરસના એક્ટિવ કેસ 37,23,446 સુધી પહોંચી ગયો છે.