For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારમાં અનોખો અખતરો, પાનની સાથે મળશે કોન્ડોમ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પટના, 4 જાન્યુઆરી: વસ્તી નિયંત્રણ અને એચઆઇવી સહિત તમામ યૌન સંક્રમિત બિમારીઓ પર લગામ કસવા માટે બિહારમાં એક અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પ્રયત્ન સરકારે નહી પરંતુ એક પાનવાળાએ પાનની સાથે કોન્ડોમ મફતમાં વહેંચવાની શરૂઆત કરી છે. આ દુકાન કટિહાર જિલ્લાના ફાલકા બજારમાં નંદલાલ સાહની છે.

ખાસવાત એ છે કે નંદલાલના આ આઇડિયાને એક બિન સરકારી સરકારી સંગઠને સમર્થન આપ્યું છે અને તેમને મફતમાં કોન્ડોમ પુરા પાડવાનું બીડું ઉપાડ્યું છે. તો બીજી તરફ કેટલાક મેડિકલ રિપ્રેઝેંટિવ પણ તેમને મફતમાં કોન્ડોમ આપી જાય છે. જો કે ઘણીવાર દુકાન પર કોન્ડોમનો સ્ટોક ખતમ થઇ જાય છે, તો તેમને પોતાના પૈસાથી કોન્ડોમ ખરીદવા પડે છે.

paan-condom

40 વર્ષીય નંદલાલ કહે છે કે ''હું તે બધા લોકોને મફતમાં કોન્ડોમ આપું છું, જે મારી દુકાન પર પાન ખાવા માટે આવે છે. મફતમાં કોન્ડોમ ઘણા લોકોને આકર્ષિત કરે છે. આ પગલું લોકોને વસ્તી નિયંત્રણ માટે જાગૃતતા કરવામાં પણ મદદગાર છે. આ વસ્તી નિયંત્રણની દિશામાં મારો નાનકડો પ્રયત્ન છે.'' કોન્ડોમના મફત વિતરણથી તેમના પાનનું વેચાણ પણ વધી રહ્યું છે.

નસબંધીની આપે છે સલાહ
નંદલાલ ના ફક્ત પાન વેચે છે, પરંતુ પોતાની દુકાન પર આવનાર ગ્રાહકને નસબંધી કરાવવાની સલાહ પણ આપે છે. એટલું જ નહી તે ગામ-ગામ જઇને મહિલાઓને પણ નસબંધી કરાવવાની સલાહ આપે છે. તેમણે કહ્યું, 'મેં અત્યાર સુધી 300 મહિલાના વંધ્યત્વ માટે સમજાવી છે.'' આ ઉપરાંત એચઆઇવી-એઇડ્સથી બચવાની રીત સમજાવવી તથા લોકોને આ બિમારી પ્રત્યે જાગૃત કરવાનું કામ પણ નંદલાલ કરે છે.

વનઇન્ડિયાની સોચ: સાચું કહીએ તો નંદલાલનો આ પ્રયત્ન એકદમ સરાહનીય છે. તેના માટે બિહારના સ્વાસ્થ્ય મંત્રાલયને નંદલાલને ના ફક્ત આર્થિઅક મદદ પહોંચાડવી જોઇએ. પરંતુ તેમની આ ચળવળને બળ પુરૂ પાડવું જોઇએ. તથા નંદલાલ જેવા લોકોને રાજ્ય સ્તરીય મંચ સન્માનિત પણ કરવા જોઇએ.

English summary
A pan shop in Katihar district of Bihar has started distributing free condoms to its customers. Also the shop owner Nandlal runing AIDS awareness campaign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X