સૂર્ય ગ્રહણ જોવા માટે પીએમ મોદીએ પહેર્યાં દોઢ લાખનાં ચશ્માં?
ની દિલ્હીઃ વર્ષ 2019નું અંતિમ સૂર્ય ગ્રહણ આજે ભારત સહિત વિશ્વના કેટલાય દેશોમાં જોવા મળ્યું, દરેક સામાન્યથી લઈ ખાસ વ્યક્તિ આ ખગોળિય ઘટનાનો સાક્ષી બન્યો છે, અન્ય દેશવાસીઓની જેમ પીએમ મોદીએ પણ સૂર્યગ્રહણને જોયું અને તેની તસવીરો ટ્વીટ કરી પરંતુ પીએમ મોદીની ટ્વીટ કરતા જ સોશિયલ મીડિયા પર લોકોએ તેમના ચશ્માની મજા લેવી શરૂ કરી દીધી, કેટલાક લોકોએ તો પીએમ મોદીના ચશ્માની કિંમત પણ જણાવી દીધી છે.

લોકો પીએમ મોદીના ચશ્માની કિંમત જણાવવા લાગી
જણાવી દઈએ કે પીએમ મોદી જે તસવીર શેર કરી તેમાં તે ખાસ પ્રકારના ચશ્મા સાથે જોવા મળી રહ્યા છે કેમ કે સૂર્ય ગ્રહણ જોવા માટે ખાસ પ્રકારના ચશ્માનો ઉપયોગ કરવામાં આવે છે, જેને લઈ લોકોએ સોશિયલ મીડિયા પર મજેદાર ટ્વીટ કરવા શરૂ કરી દીધા.
|
પીએમ મોદીના ચશ્માની કિંમત દોઢ લાખ?
કેટલાક યૂઝર્સે લખ્યું કે પીએમ મોદીના ચશ્માની કિંમત દોઢ લાખ છે તો કેટલાકે કહ્યું કે આ જર્મનીથી આવ્યા છે અને તેની કિંમત કરોડોમાં છે તો કેટલાકે લખ્યું કે આ દિલ્હીના ચાંદની ચોકમાંથી ખરીદેલાં ચશ્મા છે.
લોકો પીએમ મોદીના ચશ્માવાળી તસવીરની મજા લઈ રહ્યા છે
લોકો પીએમ મોદીની ચશ્માવાળી તસવીર પર વિવિધ પ્રકારના કેપ્શન લખી રહ્યા છે, જે ભારે મજેદાર છે.
|
સોશિયલ મીડિયા પર મીમ્સ
ખાસ વાત એ છે કે આ વખતે ચંદ્રમાનો પડછાયો સૂર્યનો આખો ભાગ ના ઢાકી શક્યો, આ ગ્રહણમાં સૂર્યનો બાહરી ભાગ પ્રકાશિત થયો છે, આ ગ્રહણ ધન રાશિ અને મૂલ નક્ષત્રમાં થયો છે. ભારતમાં આજે સવારે 8 વાગીને 4 મિનિટે ગ્રહણ લાગ્યું છે.
|
રિંગ ઑફ ફાયર
વર્ષના આખરી સૂર્ય ગ્રહણને વૈજ્ઞાનિકે રિંગ ઑફ ફાયરનું નામ આપ્યું છે, જણાવી દઈએ અગાઉ આ વર્ષે 6 જાન્યુઆરી અને 2 જુલાઈએ આંશિક સૂર્યગ્રહણ લાગ્યું હતુ્ં.
એક્ટિવિસ્ટ અખિલ ગોગોઈના ઘરે એનઆઈએના દરોડા, સીએએ વિરુદ્ધ પ્રદર્શન કરવા બદલ કરાઈ ધરપકડ