• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભાજપને વોટ આપ્યો તો પતિએ પત્નીની હત્યા કરી દીધી

|

ચૂંટણી સમયે હંમેશા એવું જોવા મળ્યું છે કે બે પાર્ટીના લોકો હંમેશા પોતપોતાના દાવાઓ અંગે લડતા રહે છે. પરંતુ લોકસભા ચૂંટણી દરમિયાન ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લાથી ખબર આવી રહી છે કે વોટ કર્યા પછી વિવાદ એટલો બધો વધી ગયો કે પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખી. ગાઝીપુરમાં એક પતિએ પોતાની પત્નીની એટલા માટે હત્યા કરી નાખી કે તેને બસપાને બદલે ભાજપને વોટ આપ્યો હતો.

પ્રેમિકાની હત્યા કરીને ઘરમાં જ લાશ દાટી, 6 મહિના પછી ખુલાસો

પત્ની નીલમે ભાજપને વોટ આપ્યો હતો

પત્ની નીલમે ભાજપને વોટ આપ્યો હતો

પોલીસ અનુસાર રામબચન અને તેની પત્ની વચ્ચે વોટ કરવા અંગે વિવાદ થયો હતો. પતિ બસપાને વોટ આપવાની વાત કહી રહ્યો હતો જયારે પત્ની નીલમ ભાજપને વોટ આપવાનું કહી રહી હતી. તેના માટે સોમવારે સવારે બંને વિવાદ વિવાદ થયો. બંને વચ્ચે વિવાદ એટલો બધો વધી ગયો કે પતિએ પાવડાથી પત્નીની હત્યા કરી નાખી.

પતિ બસપાને વોટ આપવાનું કહી રહ્યો હતો

પતિ બસપાને વોટ આપવાનું કહી રહ્યો હતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર હત્યા કાર્ય પછી રામબચન ઘણા સમય સુધી લાશ પાસે ઉભો રહ્યો અને લોકોની ભીડ વધતા તે ત્યાંથી ચાલ્યો ગયો. જયારે આ હત્યાની ખબર પત્નીના પિયર પક્ષને આપવામાં આવી ત્યારે તેમને દહેજ હત્યાનો આરોપ લગાવ્યો. પિયર પક્ષે તેના વિરોધમાં રસ્તો જામ કરવાનો પ્રત્યન પણ કર્યો, પરંતુ પોલીસના દખલ પછી તેઓ શાંત થયા.

પત્નીના પિયર પક્ષે દહેજ હત્યાનો આરોપ લગાવ્યો

પત્નીના પિયર પક્ષે દહેજ હત્યાનો આરોપ લગાવ્યો

પત્નીના માતાની ફરિયાદ પર પતિ, સાસુ અને સસુર પર દહેજ હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસે પતિની ધરપકડ પણ કરી છે. નીલમના લગ્ન વર્ષ 2014 દરમિયાન રામબચન સાથે થયા હતા. લગ્ન પછી બંનેને એક દીકરો અને દીકરી પણ છે.

English summary
ghazipur: man killed his wife for voting in favour of bjp candidate

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more