For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પ્રચાર કર્યા વિના જીતનાર રેપના આરોપી બસપા સાંસદને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો

મહાગઠબંધનના ઉમેદવાર અને રેપના આરોપી અતુલ રાયને હવે સુપ્રીમ કોર્ટમાંથી એક મોટો ઝટકો લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

2019ની લોકસભા ચૂંટણીના પરિણામે રાજકારણમાં ઉંડી સમજ રાખનાર ઘણા જાણકારોને ચોંકાવી દીધા છે. આ ચૂંટણીમાં જ્યાં ભાજપને પ્રચંડ બહુમત મળ્યુ છે તો વળી, ઘણા એવા દિગ્ગજ જે ચૂંટણી હારી ગયા છે જેમની હાર વિશે કોઈએ વિચાર્યુ નહોચુ. આ રીતની એક સીટ છે યુપીની ઘોસી લોકસભા સીટ. આ સીટ પરથી મહાગઠબંધનના ઉમેદવાર અતુલ રાય બસપાની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને ચૂંટણી પ્રચાર કર્યા વિના જીતી ગયા. વાસ્તવમાં અતુલ રાય પર બલિયાની એક યુવતીએ દુષ્કર્મ, છેતરપિંડી અને ધમકી આપવા સહિત ઘણી કલમોમાં કેસ નોંધાવ્યો હતો. કેસ નોંધાવ્યા બાદથી જ અતુલ રાય ભાગી ગયા હતા અને આ કારણે જ ચૂંટણી પ્રચાર ન કરી શક્યા. અતુલ રાયને હવે સુપ્રીમ કોર્ટમાંથી એક મોટો ઝટકો લાગ્યો છે.

આ પણ વાંચોઃ રાજીનામા પર અડ્યા રાહુલ ગાંધી, નથી કરતા કોઈની સાથે મુલાકાત કે ફોન પર વાતઆ પણ વાંચોઃ રાજીનામા પર અડ્યા રાહુલ ગાંધી, નથી કરતા કોઈની સાથે મુલાકાત કે ફોન પર વાત

સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

સોમવારે સુપ્રીમ કોર્ટે અતુલ રાયને ઝટકો આપીને તેમની ધરપકડ અટકાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી. વાસ્તવમાં, અતુલ રાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીની માંગ કરી હતી કે રેપ અને કિડનેપિંગ સહિત અલગ અલગ કેસોમાં તેમની ધરપકડથી તેમને સુરક્ષા આપવામાં આવે જેને સુપ્રીમ કોર્ટે ઠુકરાવી દીધી. અતુલ રાય ઉપર બલિયાની એક યુવતીએ દુષ્કર્મ, છેતરપિંડી અને ધમકી સહિત ઘણી કલમોમાં કેસ નોંધાવ્યો હતો. પોલિસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી એફઆઈઆર મુજબ અતુલ રાય પર આરોપ છે કે તે યુવતીને લંકા વિસ્તારના એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં છેતરીને લઈ ગયા અને તેનુ યૌન શોષણ કર્યુ. ત્યારબાદ અતુલ રાય પીડિતાને ચૂપ રહેવાની ધમકી આપવા લાગ્યા.

અતુલ રાયે ગણાવ્યુ ભાજપનું ષડયંત્ર

અતુલ રાયે ગણાવ્યુ ભાજપનું ષડયંત્ર

વળી, અતુલ રાયનું આ મામલે કહેવુ હતુ કે વર્ષ 2015થી જ આ યુવતી તેમની ઑફિસમાં આવતી હતી અને ચૂંટણી લડવાના નામે મદદ લેતી હતી. અતુલ રાયે કહ્યુ કે તે ક્યારેય એ મહિલાને પોતાની ઑફિસની બહાર નથી મળ્યા. તેમણે કહ્યુ કે લોકસભા ચૂંટણીમાં તેમને ઉમેદવાર બનાવાયા બાદ યુવતી તેમને બ્લેકમેલ કરવા લાગી. અતુલ રાયે કહ્યુ કે યુવતીએ 24 એપ્રિલે તેમની પાસે એક વીડિયો મોકલ્યો અને રૂપિયાની માંગ કરી. ના પાડવા પર 28 એપ્રિલે વીડિયો પોસ્ટ કરી દીધો. અતુલ રાયે કહ્યુ કે આ સંપૂર્ણપણે ભાજપનું ષડયંત્ર છે.

23247 મતોથી જીત્યા અતુલ રાય

23247 મતોથી જીત્યા અતુલ રાય

કેસ નોંધાયા બાદથી જ અતુલ ભાગી ગયા છે. અતુલ રાય લોકસભા ચૂંટણી દરમિયાન પોતાની સીટ પર ચૂંટણી પ્રચાર પણ નથી કરી શક્યા. ગયા ગુરુવારે આવેલા ચૂંટણી પરિણામોમાં અતુલ રાયે ઘોસી સીટ પર જીત મેળવી. ગુરુવારે આવેલા ચૂંટણી પરિણામો મુજબ ઘોસી લોકસભા સીટ પર અતુલ રાયે 123247 મતોના અંતરથી ભાજપ ઉમેદવાર હરિનારાયણ રાજભરને હરાવી દીધા. અતુલ રાયને 572459 અને હરિનારાયણ રાજભરને 449212 મત મળ્યા. ઘોસી સીટ પર યોગી સરકારના પૂર્વ મંત્રી ઓમપ્રકાશ રાજભરની પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. જેને 39842 મત મળ્યા. આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ ચોથા નંબરે રહ્યા અને માત્ર 23695 મત જ મળ્યા.

યુપીમાં માત્ર 15 સીટો પર સમેટાયુ મહાગઠબંધન

યુપીમાં માત્ર 15 સીટો પર સમેટાયુ મહાગઠબંધન

ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએને પ્રચંડ બહુમત મળ્યો છે. મોદી લહેર પર સવાર ભાજપે આ ચૂંટણીમાં 303 અને એનડીએ 353 સીટો પર જીત મેળવી છે. યુપીમાં ભાજપનો વિજય રથ રોકવા માટે સપા-બસપા અને રાલોદનું મહાગઠબંધન પણ મોદીની આંધીમાં ટકી ન શક્યુ અને માત્ર 15 સીટોમાં જ સમાઈ ગયુ. મુલાયમ સિંહ યાદવ પરિવારના ત્રણ સભ્યો પણ લોકસભાની ચૂંટણી હારી ગયા જેમાં સપા પ્રમુખ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ પણ શામેલ છે. વળી, કોંગ્રેસને એક પણ સીટ ન મળી. તેના 9 પૂર્વ મુખ્યમંત્રી પણ ચૂંટણી હારી ગયા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને યુપીના અમેઠીમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાહુલ ગાંધીને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં હરાવ્યા છે.

English summary
Ghosi SP-BSP Winning Candidate Atul Rai's petition has been dismissed by supreme court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X