પીએમ મોદીના શપથ ગ્રહણમાં શામેલ થશે કોંગ્રેસઃ ગુલામ નબી આઝાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજે યોજનારા શપથ ગ્રહણ સમારંભમાં કોંગ્રેસના નેતાઓના શામેલ થવાની પુષ્ટિ થઈ ગઈ છે. કોંગ્રેસના સીનિયર નેતા અને રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદે બુધવારે રાતે આની પુષ્ટિ કરી. પીએમ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ શામેલ થશે. ભાજપે લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાના દમ પર બહુમત મેળવ્યો છે.
આ પણ વાંચોઃ અરુણ જેટલીને મનાવવા તેમના ઘરે પહોંચ્યા મોદી, આ વાત કરી શકે

મોદીના શપથ ગ્રહણમાં શામેલ થશે કોંગ્રેસ
ગુલામ નબી આઝાદે કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી શપથ ગ્રહણ સમારંભમાં શામેલ થશે. ચૂંટણી 2 વિચારધારાઓ, 2 પક્ષો વચ્ચેનો મામલો હતો પરંતુ શપથ ગ્રહણ એક પ્રધાનમંત્રીનું હોય છે. પીએમ આખા દેશના છે. અમે તેમને દેશના બધા લોકો સાથે સમાન વ્યવહાર કરવાની અપેક્ષા રાખીએ છીએ.

મમતાએ કર્યો ઈનકાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (દીદી) એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં આવવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યુ કે રાજ્યમાં પર્સનલ દુશ્મનીના કારણે થયેલી હત્યાઓ પર રાજકારણ થઈ રહ્યુ છે. મમતાએ કહ્યુ કે આ રાજકીય હત્યા નથી પરંતુ પરસ્પર દુશ્મનીનો મામલો છે.

BIMSTECના નેતા પણ થશે શામેલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજે યોજાનારા શપથ ગ્રહણ સમારંભમાં BIMSTECના ઘણા સભ્ય દેશોએ શામેલ થવાની પુષ્ટિ કરી છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ હામિદ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેના, મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ વિન મિંટ, ભૂટાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગ, નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી અને થાઈલેન્ડના વિશેષ દૂત ગ્રિસાડા બુનરૈક નવી દિલ્લીના રાષ્ટ્રપતિ ભવનમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.