For Daily Alerts
''ગોરી ચામડી હોવાથી સોનિયા ગાંધી છે કોંગ્રેસ અધ્યક્ષ''
નવી દિલ્હી, 1 એપ્રિલ: વિવાદિત નિવેદનને લઇને હંમેશા ચર્ચામાં રહેનારા ભારતીય જનતા પાર્ટીના નેતા અને મોદી સરકારમાં મંત્રી ગિરિરાજ સિંહે એક વાર ફરી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ગિરિરાજના આ નિવેદન બાદ રાજકારણમાં ગરમાઇ ગયું છે. વિરોધિયોએ ગિરિરાજ સિંહ પર પ્રહારો કરવાનું ચાલું કરી દીધું છે અને વડાપ્રધાનને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગિરિરાજ સિંહે બિહારના હાજીપુરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નિશાનો સાધતા જણાવ્યું છે કે જો રાજીવ ગાંધીએ કોઇ નાઇઝીરીયન મહિલા સાથે લગ્ન કર્યા હોત તો શું પાર્ટી તે મહિલાનું નેતૃત્વ સ્વીકાર કરતી. ગિરિરાજે જણાવ્યું કે સોનિયા ગાંધી ગોરી ચામડીની હોવાના કારણે કોંગ્રેસની અધ્યક્ષ બની છે. ગિરિરાજ આટલું કહેતા રોકાયા નહીં તેમણે રાહુલ ગાંધીને પણ પોતાના નિશાના પર લીધા અને તેમની તુલના મલેશિયાના વિમાન સાથે કરી દીધી.
તેમણે જણાવ્યું કે ગૃહનું આખું સત્ર પુરું થઇ ગયું પરંતુ રાહુલ ગાંધી મલેશિયાઇ વિમાનની જેમ ગાયબ જ રહ્યા. જેવી રીતે અત્યાર સુધી વિમાનનો કોઇ પત્તો લગાવી શકાયો નથી તેવી જ રીતે રાહુલ ગાંધીની પણ કોઇ ભાળ મેળવી શકાઇ નથી. ગિરિરાજ સિંહના આ નિવેદનની ખૂબ જ ટિકાઓ શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસનું કહેવું છે કે આ ટિપ્પણી માત્ર મહિલા વિરોધી નહીં પરંતુ વંશીય પણ છે. કોંગ્રેસી નેતા ગિરિરાજ સિંહના રાજીનામાની માંગ પણ થઇ રહી છે.