• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રવિન્દ્રનાથ ટાગોર અંગે ગીરીશ કર્નાડની વિવાદિત ટિપ્પણી

|
girish-ravindra
બેંગ્લોર, 10 નવેમ્બરઃ આજ કાલ દેશમાં ભગવાન અને લોકો પર ખાસ ટિપ્પણી કરવામાં આવી રહી છે. હજુ રામ જેઠમલાનીનું પ્રકરણ શાંત નથી થયું ત્યાં જાણીતા લેખક અને અભિનેતા ગિરીશ કર્નાડે વિશ્વપ્રસિદ્ધ કવિ રવિન્દ્રનાથ ટાગોર પર વિવાદિત નિવેદન કર્યું છે. કર્નાડે ટાગોરને ખરાબ નાટ્યકાર ગણાવ્યા છે. કર્નાડે આ વાત અહીં બેંગ્લોરમાં પત્રકારોને સંબોધિત કરતી વખતે કહીં છે.

કર્નાડે કહ્યું કે ટાગોર એક શ્રેષ્ઠ કવિ હતા પરંતુ તેમના નાટક ખરાબ હતા, તેથી તેમના સમકાલિન બંગાળી થિયેટરમાં તેમના નાટકોને વધારે પ્રચાર પ્રસાર મળ્યો નથી. તેમના નાટક માથુ પકાવી દે તેવા હતા. કર્નાડે કહ્યુ કે ટાગોરથી સારા તો બાદલ સરકાર, મોહન રાકેશ અને વિજય તેંડુલકર જેવા નાટ્યકાર છે, જેનું લખવાનું લોકોની સમજમાં તો આવે છે.

ટાગોર અંગે આ પ્રકારનું નિવેદન કરનાર ગિરીશ કર્નાડે તાજતેરમાં જ વી એસ નાયપોલના એ નિવેદનની આકરી ટીકા કરી હતી, જે નાયપોલે ભારતીય મુસ્લિમો પર આપ્યું હતું. કર્નાડે આરોપ લગાવ્યો હતો કે રવિન્દ્રનાથ ટાગોરે ક્યારેય ગરીબ વર્ગને સારી રીતે રજૂ કર્યો નથી કારણ તે જાતે જ કુલીન વર્ગથી આવતા હતા તેથી તેમણે ક્યારેય પણ તેમની સાથે ન્યાય કર્યો નથી.

કર્નાડ દ્વારા આપવામાં આવેલા નિવેદનની આકરી ટીકા કરવામાં આવી રહી છે. સૌમિત્ર ચેટર્જીએ કહ્યું છે કે કર્નાડે બંગાળી અવડતું નથી તેવામા તે ગુરુદેવના નાટકો પર કેવી રીતે ટીપ્પણી કરી શકે, તેમણે જે કહ્યું છે તે શરમજનક છે.

English summary
Girish Karnad said all the plays written by Rabindranath Tagore till 1947 are second grade.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more