• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઘોડેસવાર થઈને શાળાએ જતી બાળકીનો વીડિયો વાયરલ, આનંદ મહિન્દ્રા બોલ્યાઃ આ મારી હીરો

|
Google Oneindia Gujarati News

હાલમાં સોશિયલ મીડિયા પર કેરળનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં આ વીડિયોમાં એક બાળકી ઘોડા પર સવાર થઈને શાળાએ જઈ રહી છે. આ ઘોડો તે ઘણી વ્યસ્ત રસ્તા પર ખૂબ સહજતાથી દોડાવી રહી છે. છાત્રા દસમા ધોરણની છે અને બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી છે.

લોકો બોલ્યા - આજની લક્ષ્મી બાઈ

બાળકીનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર લોકો શાનદાર કમેન્ટ કરી રહ્યા છે. કોઈએ કમેન્ટમાં બાળકીને આજની લક્ષ્મીબાઈ ગણાવી દીધી. ઘણા લોકો આને રસ્તાને પોલ્યુશન ફ્રી બનાવવાની બાળકીની પહેલ ગણાવી દીધી. આ ઉપરાંત ઘણા લોકો બાળકીની ઘોડેસવારીની પ્રતિભાની પ્રશંસા કરી રહ્યા હતા.

આનંદ મહિન્દ્રાએ બાળકીને ગણાવી દીધી પોતાની હીરો

બાળકીનો આ વીડિયો વાયરલ થયો તો મહિન્દ્ર ગ્રુપા ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ આને રીટ્વીટ કર્યુ અને લખ્યુ - બ્રિલિયન્ટ! છોકરીઓનું શિક્ષણ રસ્તા પર સરપટ દોડી રહ્યુ છે... આ પણ અતુલ્ય ભારત છે. ત્યારબાદ એક અન્ય ટ્વીટમાં મહિન્દ્રાએ લખ્યુ - શું થિસ્સૂરમાં કોઈની પાસે આ બાળકી અને તેના ઘોડાનો ફોટો છે? અમે એ ફોટો જોઈએ. હું તેને મારી સ્ક્રીન સેવર બનાવવા માંગુ છુ. આ મારી હીરો છે. બાળકીનું શાળાએ જવુ મને ભવિષ્ય માટે સકારાત્મક બનાવી રહ્યુ છે.

આનંદ મહિન્દ્રાને શાળાની બાળકીએ આપ્યો હતો આ આઈડિયા

હાલમાં જ આનંદ મહિન્દ્રાએ એક 11 વર્ષની બાળકીના પત્રને ટ્વીટર પર શેર કરીને લખ્યુ કે - ‘થાકથી ભરેલા દિવસના અંતમાં જો તમે આ પ્રકારનો કોઈ મેળ જુઓ તો થાક ઓગળી જાય છે. મને ખબર છે કે હું આવા જ લોકો માટે કામ કરુ છુ, જે એક સારી અને શાંતિની દુનિયામાં રહેવા ઈચ્છે છે.' વાસ્તવમાં બાળકીએ ટ્રાફિક વચ્ચે કારણ વિના ગાડીઓના હૉર્ન વગાડનારાઓને રોકવા માટે મહિન્દ્રને એક એવો આઈડિયા આપી દીધો હતો કે તે આનાથી ઘણા પ્રભાવિત થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ તેજસ્વી યાદવે જાહેર કર્યુ રાજદનું ઘોષણાપત્ર, જાણો મુખ્ય વાતોઆ પણ વાંચોઃ તેજસ્વી યાદવે જાહેર કર્યુ રાજદનું ઘોષણાપત્ર, જાણો મુખ્ય વાતો

English summary
girl riding horse to school, video goes viral, anand mahindra says- she is my hero
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X