India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એ ફોન સાથે મારી માની યાદો જોડાયેલી છે, પ્લીઝ પાછો આપો, સોશિયલ મીડિયામાં વાયરલ થયો માસૂમનો પત્ર

|
Google Oneindia Gujarati News

બેંગલુરુઃ કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં ખબર નહિ કેટલા લોકો પાસેથી તેમના પોતાના સ્વજનો છીનવી લીધા છે. કોઈના માથેથી તેમના પિતાની છત્રછાયા જતી રહી...ઘણી માના ખોળા સૂના થઈ ગયા, તો કોઈનો પ્રિય મિત્ર આ કોરોનાએ છીનવી લીધો. સ્થિતિ એટલી હદે ગમગીન છે કે કોઈ સ્વજનનો ફોન આવતા જ મનમાં આશંકાઓ અને ડરથી ભરાઈ જાય છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક 9 વર્ષની બાળકીનો ખુલ્લો પત્ર વાયરલ થઈ રહ્યો છે. બાળકીની કહાની કંઈક એવી છે જે સાંભળીને કદાચ તમારી આંખો પણ નરમ થઈ જશે.

શું છે આ સમગ્ર મામલો

શું છે આ સમગ્ર મામલો

ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ મામલો કર્ણાટકના કોડાગુ જિલ્લાનો છે જ્યાં 9 વર્ષની બાળકી ઋતિકશાએ સોશિયલ મીડિયા દ્વારા એક ખુલ્લો પત્ર લખીને પોતાની માનો મોબાઈલ ફોન શોધવાની અપીલ કરી છે. વાસ્તવમાં ઋતિકશાનો આખો પરિવાર કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયો હતો અને માની તબિયત બગડ્યા બાદ તેમને ઈલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. ગઈ 16 મેએ ઋતિકશાની માનુ કોરોના વાયરસથી નિધન થઈ ગયુ અને હોસ્પિટલમાં કોઈએ તેમનો ફોન ગાયબ કરી દીધો.

બાળકીએ પોતાની ચિઠ્ઠીમાં શું લખ્યુ

બાળકીએ પોતાની ચિઠ્ઠીમાં શું લખ્યુ

કોડાગુના કુશલનગરમાં રહેતી ઋતિકશાએ જિલ્લાના ડીસીપી, સ્થાનિક ધારાસભ્ય અને હોસ્પિટલના સ્ટાફના નામે લખેલ પોતાના પત્રમાં કહ્યુ છે, 'ગયા દિવસોમાં મારા પિતા, મારી મા અને હું ખુદ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગઈ હતી. માની તબિયત વધુ ખરાબ થયા બાદ તેમને ઈલાજ માટે મેડિકેરી કોવિડ હોસ્પિટલમાં ભરતી કરાવ્યુ. હું અને મારા પિતા હોમ ક્વૉરંટાઈનમાં હતા માટે એ વખતે ઘરમાંથી ક્યાંય બહાર નહોતા જઈ શકતા. મારા પિતા એક મજૂર છે અને હાલમાં પડોશીઓની મદદથી અમારુ ગુજરાન ચાલી રહ્યુ છે.'

'એ મોબાઈલમાં મારી મા સાથે જોડાયેલ ઘણી યાદો છે'

'એ મોબાઈલમાં મારી મા સાથે જોડાયેલ ઘણી યાદો છે'

ઋતિકશાએ પોતાની ચિઠ્ઠીમાં આગળ લખ્યુ, '16 મેએ મારી માનુ નિધન થઈ ગયુ અને તે અમને છોડીને જતી રહી. આ દરમિયાન મારી માને પાસે જે મોબાઈલ ફોન હતો, તે કોઈએ લઈ લીધો. મે મારી માને ગુમાવી દીધી છે અને તેના વિના અનાથ થઈ ગઈ છુ. એ મોબાઈલ ફોનમાં મારી મા સાથે જોડાયેલ ઘણી યાદો છે. હું વિનંતી કરુ છુ કે જે કોઈની પાસે એ મોબાઈલ ફોન હોય કે તમને મળ્યો હોય પ્લીઝ એ ફોન મને પાછો આપી દો.'

'ના એ ફોન મળી રહ્યો છે અને ના નવો લેવો સંભવ છે'

'ના એ ફોન મળી રહ્યો છે અને ના નવો લેવો સંભવ છે'

વળી, ઋતિકશાના પિતા નવીન કુમારે જણાવ્યુ, 'મારી પત્ની ટીકે પ્રભાના નિધન બાદ હોસ્પિટલે તેની બધી વસ્તુઓ અમને પાછી આપી દીધી પરંતુ તેનો મોબાઈલ ફોન અમને નથી મળ્યો. અમે એ મોબાઈલ પર ઘણી વાર ફોન કરવાની કોશિશ કરી પરંતુ તે સ્વિચ ઑફ આવે છે. મારી બાળકી એ ફોન પાછો મેળવવા માંગે છે કારણકે એમાં અમારા પરિવારની ઘણી બધી યાદોના ફોટો અને વીડિયો એમાં છે. પોતાની માના ફોન દ્વારા જ એ સ્કૂલના ઑનલાઈન ક્લાસમાં શામેલ થતી હતી. હું પણ ખૂબ મજબૂર છુ કારણકે એ મોબાઈલ મળતો નથી અને હું અત્યારે હું નવો મોબાઈલ ખરીદવાની સ્થિતિમાં નથી.'

મોબાઈલની શોધમાં લાગી કર્ણાટક પોલિસ

મોબાઈલની શોધમાં લાગી કર્ણાટક પોલિસ

ઋતિકશાની ચિઠ્ઠી પર રવિવારે કર્ણાટક પોલિસે પણ સંજ્ઞાન લીધુ અને જણાવ્યુ કે તેની ટીમ એ બાળકીની માનો ફોન શોધવામાં લાગી ગઈ છે. કર્ણાટકના ડીજી અને આઈજીપી પ્રવીણ સુદે ઋતિકશાની ચિઠ્ઠી સાથે જોડાયેલ એક ટ્વિટ પર રિપ્લાય કરીને કહ્યુ, 'અમારી ટીમ કામ પર લાગી ગઈ છે અને એ મોબાઈલને શોધવાની અમે પૂરી કોશિશ કરીશુ. પરંતુ ઘણા બધા લોકો એવા છે જે ફોન વિશે દાવો કરી રહ્યા છે પરંતુ કોઈ પ્રકારની મદદ નથી કરી શકતા.'

હોસ્પિટલના અધિકારીઓ સાથે વાત કરી રહી છે પોલિસ

હોસ્પિટલના અધિકારીઓ સાથે વાત કરી રહી છે પોલિસ

આ દરમિયાન કોડાગુ પોલિસે પણ કન્ફર્મ કર્યુ કે તે લોકો ફોન શોધવા માટે હોસ્પિટલના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. કુશલનગર પોલિસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યુ, 'અમને અહેસાસ છે કે એ ફોન એ બાળકી માટે જરૂરી છે. બાળકીની ફરિયાદ બાદ એક કેસ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એ મોબાઈલને ટ્રેસ કરવા માટે અમે અમારી પાસે હાજર બધી સંશાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લાના બધા પોલિસ સ્ટેશનોને પણ આ વિશે સૂચના આપી દેવામાં આવી છે.'

English summary
Girl's emotional letter viral on social media, she appeatls to return mobile after lost her mother.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X