For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 75 લાખને પાર, બ્રાઝિલમાં 40 હજારથી વધુના મોત

દુનિયભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 75 લાખને પાર, બ્રાઝિલમાં 40 હજારથી વધુના મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આખી દુનિયામાં કોરોના વાયરસ મહામારીએ તબાહી મચાવી છે, WorldoMeter મુજબ દુનિયાભરમાં કોરોના વાયરસ પોઝિટિવ મામલાના આંકડા 75 લાખને પાર પહોંચી ચૂક્યા છે, સાથે જ 4 લાખ 23 હજારથી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે 38 લાખ 24 હજારથી વધુ લોકો કોરોનાથી ઠીક થઈ ગયા છે, જ્યારે અમેરિકા અને બ્રાઝીલ બાદ સૌથી વધુ પ્રભાવિત દેશમાં રશિયામાં સંક્રમણના મામલા પાંચ લાખને પાર પહોંચી ગયા છે.

અમેરિકા દુનિયામાં કોરોનાથી સૌથી પ્રભાવિત દેશ

અમેરિકા દુનિયામાં કોરોનાથી સૌથી પ્રભાવિત દેશ

અમેરિકા દુનિયામા કોરોનાથી સૌથી પ્રભાવિત દેશ છે, જ્યાં 20.66 લાખથી વધુ મામલા સામે આવી ચૂક્યા છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશમાં એક લાખથી વધુ લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ચૂક્યાં છે પરંતુ કોરોનાના દર્દીની સંખ્યાની ગતિની વાત કરીએ તો પાછલા કેટલાક દિવસોમાં અમેરિકામાં તેની ગતિ થોડી ધીમી પડી છે.

ટ્રમ્પનું ચૂંટણી રેલીનું એલાન

ટ્રમ્પનું ચૂંટણી રેલીનું એલાન

જણાવી દઈએ કે અમેરિકામાં અત્યાર સુધીમાં 20 લાખ 66 હજારથી વધુ સંક્રમિતો સામે આવ્યા છે અને 1 લાખ 15 હજાર 130થી વધુ લોકોના કોરોના વાયરસને કારણે મોત થઈ ચૂક્યાં છે પરંતુ છતાં અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 19 જૂનથી ચૂંટણી રેલી શરૂ કરવાનું એલાન કરી દીધું છે.

બ્રાઝીલમાં 40 હજારથી વધુ મોત

બ્રાઝીલમાં 40 હજારથી વધુ મોત

જ્યારે અમેરિકા બાદ બ્રાઝીલમાં કોરોના વાયરસથી સંક્રમણના સૌથી વધુ મામલા છે. અહીં કોરોનાના કારણે અત્યાર સુધીમાં સૌથી વધુ 40 હજાર લોકોના મોત થઈ ચૂક્યાં છે, ઈટલીમાં મહામારીની શરૂઆતથી અત્યરા સુધી 464 બાળકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે પાકિસ્તાનમાં 24 કલાકમાં સંક્રમણના 5834 નવા મામલા મળ્યા છે. આ એક દિવસના સૌથી વધુ મામલા છે.

ભારતમાં કોરોનાનો કહેર યથાવત

ભારતમાં કોરોનાનો કહેર યથાવત

જો ભારતની વાત કરીએ તો અહીં પણ કોરોનાનો તાંડવ યથાવત છે, દેશણાં અત્યાર સુધીમાં 2. લાખ લોકો સુધી કોરોના વાયરસનું સંકમરણ પહોંચી ચૂક્યું છે. માત્ર જૂનની વાત કરીએ તો મામલામાં ભારે તેજી જોવા મળી છે. કુલ સંક્રમણ મામલામાંથી એક તૃતિયાંશ મામલા માત્ર પાછલા 10 દિવસમાં મળ્યા છે, ગત 24 કલાકમાં ભારતમાં કોરોનાના 9996 નવા કેસ સામે આવ્યા છે અને 357 લોકોના મોત થયાં છે.

સ્પેન અને યૂકેથી આગળ નિકળ્યું ભારત

સ્પેન અને યૂકેથી આગળ નિકળ્યું ભારત

ભારતમાં રિકવરી રેટ વધ્યો છે. અહીં અત્યાર સુધીમાં કોરોનાના 2,86,579 મામલા સામે આવ્યા છે. જેમાંથી 1,41,028 લોકો ઠીક પણ થઈ ચૂકયા છે, અત્યાર સુધી કોરોનાએ દેશમાં 8,102 લોકોના જીવ લઈ લીધા છે. દુનિયામાં ભારત કોરોનાનો ચોથો સૌથી પ્રભાવિત દેશ બની ગયો છે. અત્યાર સુધી આ યાદીમાં ભારત છઠ્ઠા નંબર પર હતું. પાછલા કેટલાક દિવસોમાં આપણે ત્યાં કોરોના સંક્રમિતોની સંખ્યામા તેજી આવી છે. આ કારણે જ એક દિવમસાં બે દેશ સ્પેન અને યૂકેને પાછળ છોડીને ભારત સંક્રમણના મામલે ચોથા નંબરે આવી ગયો છે.

કોરોનાના સંક્રમણના મામલે ઈરાનને પાછળ છોડી ભારત ચોથા નંબરેકોરોનાના સંક્રમણના મામલે ઈરાનને પાછળ છોડી ભારત ચોથા નંબરે

English summary
global infection crossed 7.5 million, india sees high jump in coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X