For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોવામાં સરકાર બનાવવા માટે કોંગ્રેસના 13 MLA રાજભવન પહોંચ્યા

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ઘ્વારા સરકાર બનાવવા માટે દાવો કરવામાં આવ્યો. પરંતુ કર્ણાટક રાજ્યપાલે સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રિત કરી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ઘ્વારા સરકાર બનાવવા માટે દાવો કરવામાં આવ્યો. પરંતુ કર્ણાટક રાજ્યપાલે સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રિત કરી. ત્યારપછી હવે ગોવામાં પણ કોંગ્રેસે કાનૂની લડાઈ લડવાનું મન બનાવી લીધું છે. કોંગ્રેસ હવે ભાજપને તેમની જ રણનીતિમાં ઘેરવાની કોશિશ કરી રહી છે. આ દરમિયાન શુક્રવારે લગભગ બપોરે 12 વાગ્યે કોંગ્રેસના 13 વિધાયક ગવર્નરને મળવા માટે પહોંચ્યા.

ભાજપને ઘેરવાની રણનીતિ બનાવી રહી કોંગ્રેસ

ભાજપને ઘેરવાની રણનીતિ બનાવી રહી કોંગ્રેસ

કોંગ્રેસ હવે ભાજપ ને તેમની જ રણનીતિમાં ઘેરવાની કોશિશ કરી રહી છે. ગોવા અને મણિપુરમાં સૌથી મોટી પાર્ટી હોવા છતાં પણ કોંગ્રેસ સરકાર નથી બનાવી શકી. જેના કારણે હવે કોંગ્રેસ સતત જોરદાર પ્રહાર કરી રહી છે.

કોંગ્રેસના 13 વિધાયક ગવર્નરને મળવા માટે પહોંચ્યા

ગોવા કોંગ્રેસ ઘ્વારા ગુરુવારે ગોવા રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો હતો. રાજ્યપાલ ઘ્વારા કોંગ્રેસને શુક્રવારે સવારે 10.30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ 16 વિધાયકોને રાજ્યપાલ સામે લાવી શકે છે. રાજ્યપાલ ઘ્વારા મંજુર મળ્યા પછી કોંગ્રેસના 13 વિધાયક રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા હતા.

દોઢ વર્ષથી ચાલી રહી છે મનોહર પરિકર સરકાર

દોઢ વર્ષથી ચાલી રહી છે મનોહર પરિકર સરકાર

આપણે જણાવી દઈએ કે ગોવામાં સરકાર બન્યે દોઢ વર્ષ થઇ ચૂક્યું છે. આ સરકારને બદલવું કોંગ્રેસ માટે સરળ નહીં હોય. પરંતુ આવું કરીને કોંગ્રેસ ભાજપ સરકાર પર દબાવ બનાવવા માંગે છે. હવે જોવું છે કે કોંગ્રેસની રણનીતિ કેટલી હદ સુધી સફળ થઇ શકે છે.

English summary
Goa: 13 Congress mla reach raj bhavan to meet governor mridula sinha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X