For Daily Alerts
ગોવા એરપોર્ટઃ એક મુસાફર પાસેથી મળી આવ્યું 3 કિલો સોનું
ગોવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ ને એક મોટી સફળતા મળી છે. એક મુસાફર પાસેથી તેમને 73 લાખનું સોનું હાથ લાગ્યું છે. કસ્ટમ દ્વારા આ સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
આ સિવાય હૈદ્રાબાદ અને આરજીઆઇ એરપોર્ટ પર પણ ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સે એક મુસાફર પાસેથી એક કિલો સોનું જપ્ત કર્યું છે.
ગોવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મુસાફર લગભગ 3 કિલો સોનુ લઇને જઇ રહ્યો હતો. કસ્ટમ વિભાગે સોનુ જપ્ત કરી તે મુસાફરની ધરપકડ કરી છે. આ સોનાની કુલ કિંમત 73 લાખ રૂપિયા કહેવામાં આવી છે.
ડીઆઆઇ એ પણ હૈદ્રાબાદના આરજીઆઇ એરપોર્ટ પર એક કિલો સોનુ લઇને જઇ રહેલા મુસાફરની ધરપકડ કરી છે.