For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીની જેમ પંજાબની સ્કૂલોમાં પણ હવે થશે હેપ્પી ક્લાસ

આશા છે કે ટૂંક સમયમાં દિલ્લીની જેમ હવે પંજાબની સરકારી શાળાઓમાં પણ હેપ્પીનેસ અભ્યાસક્રમ લાગુ કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ વર્ષ 2019માં આમ આદમી પાર્ટીની સરકારે દેશની રાજધાની દિલ્લીની સરકારી શાળાઓમાં હેપ્પીનેસ કોર્સ શરૂ કર્યો. સારા પરિણામો જોયા બાદ હવે આમ આદમી પાર્ટીની સરકાર હેઠળ અન્ય રાજ્યોમાં પણ તેને લાગુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. તાજેતરમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજ્યમાં વધુ સારી શિક્ષણ વ્યવસ્થા સ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યા છે. આશા છે કે ટૂંક સમયમાં દિલ્લીની જેમ હવે પંજાબની સરકારી શાળાઓમાં પણ હેપ્પીનેસ અભ્યાસક્રમ લાગુ કરવામાં આવશે. આ માટે પંજાબ સરકાર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જુલાઈમાં રાજ્યના શિક્ષકો અને અધિકારીઓનુ એક પ્રતિનિધિમંડળ દિલ્લી સરકાર દ્વારા આયોજિત હેપ્પીનેસ ઉત્સવ 2022 માં ભાગ લેવા માટે મોકલવામાં આવ્યુ.

mann-kejriwal

તમને જણાવી દઈએ કે દિલ્લીના ત્યાગરાજ ઈન્ડોર સ્ટેડિયમમાં 14 જુલાઈથી શરૂ થયેલા હેપ્પીનેસ ઉત્સવ 2022નુ આયોજન કુલજીત પાલ સિંહ પ્રેમી ડીપીઆઈ માધ્યમિક શિક્ષણ પંજાબની દેખરેખમાં એક પ્રતિનિધિમંડળ જોડાયુ હતુ. અહીં 15 દિવસ રોકાઈને પ્રતિનિધિમંડળે હેપ્પીનેસ ફેસ્ટિવલની બારીકાઈ જોઈ. આ દરમિયાન દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સમારંભમાં હાજર જૂથ શિક્ષકોને અપીલ કરી હતી કે વિદ્યાર્થીઓને સારા નાગરિક અને દેશભક્ત બનાવવામાં તેઓ મહત્વની ભૂમિકા ભજવે છે અને હેપીનેસ કોર્સ પણ આ ઉદ્દેશ્યને વધુ સારી રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ છે, જે ઘણા ફળદાયી પરિણામો આપી રહ્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે આજે બાળકોના શિક્ષણમાં થયેલુ રોકાણ ભવિષ્યમાં ઉત્તમ પરિણામ લાવશે અને શાળાના સમય દરમિયાન બાળકને તન-મનને એકાગ્રતાથી શીખવવુ એ સોનામાં સુગંધ જેવુ સાબિત થશે.

English summary
Good News: Aam Aadmi Party government will start Happiness course in schools of punjab, It's Like Delhi Schools
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X