For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં સફળ થયા બાદ મોટી રાષ્ટ્રીય પાર્ટી બની શકે છે 'આપ': અમર્ત્ય સેન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 ડિસેમ્બર: નોબલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સફળતા પર ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે અમે આશા રાખીએ છીએ કે 'આપ' ભાજપ અને કોંગ્રેસ સિવાય એક અન્ય મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને ભાજપની જેમ વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાના મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તે ઇચ્છતા નથી કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને.

તેમને કોંગ્રેસનો બચાવ કરતાં કહ્યું હતું કે મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને 1984માં થયેલા સિખ રમખાણ માટે દોષી ગણી શકાય નહી.

amartya-sen-600

અમર્ત્ય સેને કહ્યું હતું કે દિલ્હીમાં પોતાની પ્રથમ ચૂંટણીમાં જ આમ આદમી પાર્ટીની અણધારી સફળતા છે તેના પર આપણે ખુશ થવું જોઇએ. તેના માટે તેમનું કહેવું છે કે અમે ભારતીય નિરાશાવાદી હોય છે, જો કંઇક પણ સકારાત્મક થાય છે તો આપણે તેનાથી ખુશ થવું જોઇએ.

જો કે અમર્ત્ય સેને દિલ્હીમાં મળેલા પડકારોને 'આપ' માટે સરળ ગણાવ્યા અને કહ્યું હતું કે દિલ્હીની બહાર હવે તેમને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 'આપ' 28 સીટો જીતીને રાજકીય વિશ્લેષકોને આશ્વર્યચકિત કરી દિધા છે.

English summary
Nobel laureate Amartya Sen finally expressed his opinion regarding the rise of Aam Aadmi Party (AAP) under Arvind Kejriwal's leadership.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X