એનડીએને શરતના આધારે સમર્થન આપવા તૈયાર બીજેડી!

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 મે: એક તરફ તમામ એક્ઝિટ પોલ એનડીએની જીત તરફ ઇશારો કરે છે તો બીજી બાજું એનડીએને સમર્થન મળવાની શરૂઆત પણ થઇ ગઇ છે. બીજૂ જનતા દળના નેતા પર્વત ત્રિપાઠીએ એક સમાચાર એજન્સીને જણાવ્યું કે તેમની પાર્ટી એનડીએને શરતના આધારે સમર્થન આપવા માટે રાજી છે.

તેમણે જણાવ્યું કે આખા દેશની જનતાની મરજીને ધ્યાનમાં રાખીને બીજેડીને એનડીએને સમર્થન આપવામાં કોઇ વાંધો નથી. બીજેડી ઓડિશાના લાંબા સમયથી વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યું છે. જો ભાજપના નેતા ઓડિશાને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો વાયદો કરે છે તો બીજેડી સમર્થન આપવા માટે રાજી છે.

navin patnayak
આ પહેલા કોંગ્રેસના સહયોગી દળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પણ ઇશારામાં જ ભાજપને સમર્થન આપવાની વાત કરી છે. એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે દેશને સ્થિર સરકારની જરૂરીયાત છે અને જો ભારતીય જનતા પાર્ટી સૌથી મોટા દળના રૂપમાં સામે આવે છે તો જનાદેશનું સન્માન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા બીજેડી પ્રમુખ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે દાવો કર્યો હતો કે એનડીએની સાથે ગઠબંધન તોડ્યા બાદથી તેમની પાર્ટીએ કોંગ્રેસ અને ભાજપની સાથે સમાન અંતર બનાવી રાખ્યું છે.

English summary
Good news for NDA, BJD ready to give support conditionally.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X