For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબા રામદેવે લોન્ચ કર્યું પતંજલિ સિમ, 2 જીબી ડેટા સાથે ઇન્સ્યોરન્સ

હવે પતંજલિ ટેલિકોમ સેક્ટરમાં પણ આવી રહ્યું છે. બાબા રામદેવની પતંજલિ કંપનીએ સિમ લોન્ચ કર્યું છે. સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ સાથે મળીને બાબા રામદેવે સિમ લોન્ચ કર્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડ પહેલા ઐષધી, ત્યારપછી ખાવા પીવાની ચીઝો અને પછી કોસ્મેટિક્સ બનાવવાનું ચાલુ કર્યું. પતંજલિ પોતાના પ્રોડક્ટના દમ પર મોટી મોટી કંપનીઓને ચુનોતી આપી રહી છે. હવે પતંજલિ ટેલિકોમ સેક્ટરમાં પણ આવી રહ્યું છે. બાબા રામદેવની પતંજલિ કંપનીએ સિમ લોન્ચ કર્યું છે. સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ સાથે મળીને બાબા રામદેવે સિમ લોન્ચ કર્યું છે. આ સિમ કાર્ડ લીધા પછી તમને રોજ 2 જીબી ડેટા સાથે ઇન્સ્યોરન્સ પણ મળશે.

પતંજલિ સિમ લોન્ચ થયું

પતંજલિ સિમ લોન્ચ થયું

બાબા રામદેવની કંપની પતંજલિ ટેલિકોમ સેક્ટરમાં પણ આવી રહી છે. રવિવારે એક ઇવેન્ટમાં બાબા રામદેવે આ સિમ કાર્ડ લોન્ચ કર્યું હતું. બીએસએનએલ સાથે મળીને પતંજલિ ઘ્વારા આ સિમ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. જેને 'સ્વદેશી સમૃદ્ધ સિમ કાર્ડ' નામ આપવામાં આવ્યું છે.

ડેટા સાથે ઇન્સ્યોરન્સ પણ આપી રહ્યું છે

ડેટા સાથે ઇન્સ્યોરન્સ પણ આપી રહ્યું છે

પતંજલિના 'સ્વદેશી સમૃદ્ધ સિમ કાર્ડ' લેવા માટે તમારે 144 રૂપિયા ચૂકવવા પડશે. જેના બદલામાં તમને શાનદાર ઓફર મળી રહી છે. આ સિમ કાર્ડ લીધા પછી તમારે 144 રૂપિયાનું રિચાર્જ કરવાનું રહેશે. 144 રૂપિયાના રિચાર્જ પર તમને રોજ 2 જીબી ઈન્ટરનેટ, અનલિમિટેડ વોઇસ કોલ અને રોજ 100 એસએમએસ સુવિધા મળશે. એટલું જ નહીં પરંતુ આ સિમ કાર્ડ લેવા પર તમને ફ્રી ઇન્સ્યોરન્સ પણ આપવામાં આવશે.

પતંજલિ પ્રોડક્ટ પર 10% ડિસ્કાઉન્ટ

પતંજલિ પ્રોડક્ટ પર 10% ડિસ્કાઉન્ટ

આ સિમ કાર્ડ લેવા પર તમને પતંજલિ પ્રોડક્ટ પર 10% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. એટલું જ નહિ પરંતુ આ સિમ કાર્ડનો ઉપયોગ કરનાર યુઝરને 2.5 લાખ રૂપિયાનું મેડિકલ ઇન્સ્યોરન્સ અને 5 લાખ રૂપિયાનું લાઈફ ઇન્સ્યોરન્સ આપવામાં આવશે. હાલમાં સૌથી અગત્ય ની બાબત છે કે આ સિમ કાર્ડ ફક્ત પતંજલિ કર્મચારીઓ માટે જ છે. પતંજલિ કર્મચારી પોતાનું આઈડી કાર્ડ બતાવીને આ સિમ કાર્ડ લઇ શકે છે.

English summary
After becoming India's most trusted Fast Moving Consumer Goods brand, Yoga guru Baba Ramdev's Patanjali on Sunday entered the telecom sector.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X