કોરોના પ્રભાવિત આ પાંચ રાજ્યથી ગુડ ન્યૂજ, R વેલ્યૂએ ઉમ્મીદ જગાવી
નવી દિલ્હીઃ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત ભારતના પાંચ રાજ્ય (મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશ)થી સારા સમાચાર આવી રહ્યા છે. અહીં કોરોનાની આર વેલ્યૂ 1થી નીચે ગગડી રહી છે. આ વેલ્યૂ એવા લોકોની સંખ્યા જણાવે છે જે કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવીને ખુદ સંક્રમિત થઈ શકે છે. ચેન્નઈમાં ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેથમેટિકલ સાયન્સ મુજબ આ પાંચ રાજ્યોમાં 19 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમ્યાન આર વેલ્યૂ 1થી ઘટી ગઈ છે. જ્યારે ભારતની R Value 19 સપ્ટેમ્બર બાદ 0.9 થઈ ગઈ છે. જો કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આર વેલ્યૂ હજી પણ વધુ છે.
મહારાષ્ટ્ર રાજ્ય આખા દેશમાં સૌથી વધુ પ્રભાવિત છે. દેશમા દરરોજ નોંધાતા કોરોનાના મામલામા સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્ર રાજ્યમાંથી જ હોય છે. એવામાં દેશમાં કોરોના સંક્રમણના નિયંત્રણ માટે મહારાષ્ટ્ર કેવું પ્રદર્શન કરે તે સૌથી વધુ જરૂરી છે. આર વેલ્યૂથી બીમારી કેટલી તેજીથી ફેલાઈ રહી છે તેનો પતો લાગે છે. જો ભારતમાં લાંબા સમય સુધી આર વેલ્યૂ ઓછી રહે છે તો કોરોના મહામારીનો ખતરો પણ ઘટવા લાગશે.
સૌથી પ્રભાવિત રાજ્યોની સ્થિતિ
કોરોના વાયરસની સ્થિતિ આગળ કેવી રહી છે તે મુંબઈ, પુણે, ચેન્નઈ, કોલકાતા અને બેંગ્લોર જેવા શહેરો પર નિર્ભર કરે છે. પરંતુ હાલ આ સ્થિતિ મહારાષ્ટ્ર પર વધુ નિર્ભર કરે છે જ્યાં સક્રિય મામલા સૌથી વધુ છે. આની સાથે જ અહીં આર વેલ્યૂ પણ વધુ ઘટી રહી છે. આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં 18-21 સપ્ટેમ્બર દરમ્યાન આર વેલ્યૂ 1થી ઘટી રહી છે. મુંબઈમાં આર વેલ્યૂ 1થી ઘટી હતી પરંતુ પાછી વધી ગઈ. ઠીક એવી જ રીતે ચેન્નઈ, બેંગ્લોર અને કોલકાતામાં આર વેલ્યૂ 1થી વધી ગઈ છે. આની સાથે જ ગત કેટલાક દિવસોમાં નવા મામલાના મુકાબલે રિકવરી મામલામાં વધારો થઈ રહ્યો છે, એવામાં જો સક્રિય મામલા ઘટે છે તો આર વેલ્યૂ પણ ઘટવા લાગશે.