બાબા સાહેબને અનોખી રીતે અર્પણ કરાઈ શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો
નવી દિલ્હી, 14 એપ્રિલ: આજે બાબા સાહેબ આંબેડકર જયંતિ છે, આખા દેશના કેટલાક રાજ્યોમાં આડે આંબેડકર જયંતિની રજા આપવામાં આવી છે, ત્યારે સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલે પોતાનું ડૂડલ બાબા સાહેબને સમર્પિત કર્યું છે. દેશ-વિદેશની મોટી ઇવેંટ અને ભારતના મહાનુભાવોની જયંતિ અને પુણ્યતિથિ પર ગૂગલ હંમેશા આવું કરે છે.
અત્રે નોંધનીય છે કે દેશના પ્રમુખ શેર બજાર મંગળવારે ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જયંતીના અવસર પર બંધ છે. આપને જણાવી દઇએ કે આજે મધ્ય પ્રદેશના ઇન્દોરની નજીક આવેલી છે ડો. ભીમરાવ આંબેડકરનું જન્મસ્થળ. મહૂમાં તેમની જયંતિ પર આંબેડકર મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકારની યજમાનીમાં થનારા આ આયોજનમાં ભાગ લેવા દેશભરના વિભિન્ન સ્થળોથી ડો. આંબેડકરના અનુયાયીઓ પહોંચી રહ્યા છે.
કોણે કોણે આપી બાબા સાહેબને શ્રદ્ધાંજલિ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર બાબા સાહેબને તેમની 125મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
વડાપ્રધાને લખ્યું બાબા સાહેબનું સપનું પુરુ કરવાનું છે..
I bow to Dr. Babasaheb Ambedkar on his birth anniversary. Jai Bhim. pic.twitter.com/QaeoWQyyDU
— Narendra Modi (@narendramodi) April 14, 2015
બાબા સાહેબને શ્રદ્ધાંજલિનો વરસાદ.. આવો જોઇએ તસવીરોમાં..

ગૂગલે બાબા સાહેબને સમર્પિત કર્યું પોતાનું ડૂડલ
સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલે પોતાનું ડૂડલ બાબા સાહેબને સમર્પિત કર્યું છે. દેશ-વિદેશની મોટી ઇવેંટ અને ભારતના મહાનુભાવોની જયંતિ અને પુણ્યતિથિ પર ગૂગલ હંમેશા આવું કરે છે.
|
આનંદીબેને બાબા સાહેબને આપી શ્રદ્ધાંજલિ
મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરને તેમની 125મી જન્મજયંતિ નિમિત્તે આપી શ્રદ્ધાંજલિ.
|
મોદીએ કહ્યું જય ભીમ..
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં વિદેશ પ્રવાસ પર છે. પરંતુ તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ થકી ભારતીય બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરને શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવ્યો હતો.

'એક મંદિર એક સ્મશાન'
ડો.આંબેડકરની જન્મજયંતી પર વિહિપ નેતા પ્રવીણ તોગડિયાનું નિવેદન. દેશમાં સમરસતા લાવવા વિહિપ કરશે પ્રયાસ. 'એક મંદિર એક સ્મશાન'ના નારા પર વિહિપ કરશે કામ.
|
રાષ્ટ્રપતિએ પાઠવી શ્રદ્ધાંજલિ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ડોં. બાબા સાહેબ આંબેડકરને પાઠવી શ્રદ્ધાંજલિ.

પટણા
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને બિહાર મહાદલિત વિકાસ મિશનના કાર્યક્રમમાં ડો. આંબેડકરનું સ્ટેચ્યૂ ભેંટમાં આપીને સન્માન કરાયું હતું.

બિકાનેર
બાબા સાહેબની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ બાબા સાહેબની મૂર્તિને ધોઈ રહેલો મજૂર.
|
બાળકોએ ગુજરાત વિધાનસભામાં બાબા સાહેબને આપી શ્રદ્ધાંજલિ
શાળાના બાળકો ગુજરાત વિધાનસભામાં આવીને બાબા સાહેબ આંબેડકરને આપી શ્રદ્ધાંજલિ. જેમની સાથે મુખ્યમંત્રીએ પણ મુલાકાત લીધી હતી.

બાબા સાહેબને અર્પણ કરાઈ શ્રદ્ધાંજલિ
બાબા સાહેબને અનોખી રીતે અર્પણ કરાઈ શ્રદ્ધાંજલિ.

બાબા સાહેબને અર્પણ કરાઈ શ્રદ્ધાંજલિ
બાબા સાહેબને અનોખી રીતે અર્પણ કરાઈ શ્રદ્ધાંજલિ, ગામમાં વહેંચાઇ મીઠાઇઓ, વડીલોનું સન્માન.

આનંદીબેન પટેલ અને મંત્રીઓ
આનંદીબેન પટેલ અને મંત્રીઓએ બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી.

માયાવતી
બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતીએ બાબા સાહેબને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

સાંસદોની બાબા સાહેબને શ્રદ્ધાંજલિ
સાંસદોએ ગૃહમાં બાબા સાહેબની તસવીર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

અખિલેશ યાદવ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી.

પુસ્તક વિમોચન
આરએસએસના જનરલ સેક્રેટરી સુરેશ ભૈયાજી જોશીએ આંબેડકર જયંતિ નિમિત્તે ખાસ પુસ્તકનું વિમોચન કર્યું હતું.

મનોહરલાલ ખટ્ટર
હરિયાણાના મુખ્મયમંત્રી મનોહરલાલ ખટ્ટરે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

કે. ચંદ્રશેખર રાવ
તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જયંતીના અવસર પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.