Google એ 72માં ગણતંત્ર દિવસ પર ખાસ અંદાજમાં બનાવ્યુ Doodle, આ રીતે દર્શાવી ભારતની ઝલક
Google Doodle on 72nd republic day: આજે સમગ્ર દેશમાં 72માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૂગલે એક ખાસ ડૂડલ બનાવીને દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી છે. ગૂગલે આ ડૂડલમાં ઘણી ખાસ રીતે ભારતના અલગ અલગ કલ્ચર અને સંસ્કૃતિની ઝલક દર્શાવી છે. 26 જાન્યુરીએ ભારતમાં કઈ રીતે મનાવવામાં આવે છે, ડૂડલમાં એ દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે. ગૂગલના હોમ પેજ પર ક્લિક કરતા જ દેખાતા ડ઼ૂડલમાં ભારતના અલગ અલગ રાજ્યોની અને તેની સંસ્કૃતિ વિશે બતાવવામાં આવ્યુ છે.
આ ગૂગલ ડૂડલ એક સ્કેચ એચડી ઈમેજ છે. જેમાં મુખ્યતઃ બે રંગોનો ઉપયોગ કરવામાં આવે છે, લીલો અને લાલ. ભારતના ગણતંત્ર દિવસ 2021ના ગૂગલ ડૂડલની આ એચડી ઈમેજને મુંબઈના અતિથિ કલાકાર ઓંકાર ફોંડેકર(Mumbai-based guest artist Onkar Fondekar)દ્વારા બનાવવામાં આવ્યુ છે. ભારતના ગણતંત્ર દિવસ માટે આજની ડૂડલ કલાકૃતિ જીવંત સંસ્કૃતિઓની સીમાને દર્શાવે છે.
જાણો ગણતંત્ર દિવસ વિશે
તમને જણાવી દઈએ કે એક સ્વતંત્ર ગણરાજ્ય બનવા માટે ભારતમાં બંધારણને 26 નવેમ્બર 1949ના રોજ ભારતીય બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યુ અને 26 જાન્યુઆરી 1950ના રોજ તેનેએક લોકતાંત્રિક સરકાર પ્રણાલી સાથે લાગુ કરવામાં આવ્યુ હતુ. ભારતમાં 26 જાન્યુઆરીએ જ ગણતંત્ર દિવસ તરીકે મનાવવા માટે એટલા માટે પસંદ કરવામાં આવ્ય કારણકે 26 જાન્યુઆરી 1929ના રોજ પહેલી વાર ભારતે પૂર્ણ ગણરાજ્યનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગણતંત્ર દિવસે દિલ્લીના ઈન્ડિયા ગેટ પર આજે ભવ્ય પરેડનુ આયોજન કરવામાં આવે છે. જેમાં દેશની ત્રણે સેના ભૂમિ દળ, વાયુ સેના અને નૌસેના ભાગ લે છે. પરેડ સાથે વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઝલક દર્શાવતી ઝાંકીઓ પણ કાઢવામાં આવે છે.
ગણતંત્ર દિવસ, ટ્રેક્ટર માર્ચ માટે દિલ્લીમાં આજે કડક સુરક્ષા