ભારતીય લોકશાહીના મહાપર્વને ગૂગલે આપી ડૂડલથી સલામી

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 મે : આજે 16 મે છે અને સમગ્ર દેશ ચૂંટણી પરિણામોની આતુરતાથી રાહ જોઇ રહ્યો છે. મતગણતરી શરૂ થઇ ગઇ છે. ભારતીય લોકતંત્રના મહાપર્વને સર્ચ એન્જીન ગૂગલે પણ વોટિંગ ફિંગર વાળા ડૂડલને રજુ કરીને સલામ કરી છે.

દેશની 16મી લોકસભા ચૂંટણી માટે શુક્રવારે આવનારા પરિણામો પર જ્યાં દુનિયાભરની નજર લાગેલી છે ત્યારે ગૂગલે પણ ડૂડલમાં એક 'ઇંક્ડ ફિંગર' મારફતે ચૂંટણી બાદ દેશની જનતા અને લોકશાહીની પ્રશંસા કરી છે.

google-doodle-lok-sabha-election-2014

12 મેના રોજ પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીઓ બાદ બહાર આવેલા એક્ઝિટ પોલમાં ભાજપ એક મોટા પક્ષના રૂપમાં આગળ આવી છે. બીજી તરફ કોંગ્રેસ બીજી નંબરે ખસકી છે. શુક્રવારે સવારે આઠ વાગ્યાથી ચૂંટણી પરિણામો આવવા લાગશે. હવે સૌને ઇંતેજારી છે કે ક્યારે મતગણતરી પૂરી થાય અને નરેન્દ્ર મોદી આ દેશના વડાપ્રધાન બનશે.

ભાજપને તેની આગેવાનીવાળી એનડીએને સરકાર બનાવવા માટે 543 બેઠકોવાળી લોકસભા ચૂંટણી 272 બેઠકોની જરૂર છે.

English summary
Google doodle salutes India on lok sabha elections 2014 results day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X