ગૂગલ ઇન્ડિયાએ ઇસ્લામ વિરોધી ફિલ્મ કરી બ્લૉક: સરકાર
તેમણે કહ્યું છે કે '' વિદેશ મંત્રાલય અમેરિકાના અધિકારીઓના સંપર્કમાં છે જે આ મુદ્દે અમારી ચિંતાઓથી વાકેફ છે. ભારતીય કાયદા મુજબ ગૂગલ ઇન્ડિયાએ આક્રમક સામગ્રી સુધી પહોંચને બંધ કરી દિધી છે.' જો કે હજુ સુધી ગૂગલ પર આ ફિલ્મની કેટલીક ક્લિપ જોવા મળે છે. પ્રવક્તાએ કહ્યું છે કે ' હાલની ઘટનાક્રમ અંગેઅમે કહેવા માંગીશુ કે ધાર્મિક ભાવનાઓ અને માન્યતાઓને ઠેસ પહોંચાડનારી બધી કાર્યવાહીનો ભારતે વિરોધ કર્યો છે.
અમેરિકામાં નિર્માણ પામેલી ફિલ્મના કેટલાક ભાગ ઑનલાઇન કરવામાં આવ્યા બાદ મિશર, લિબિયા, યમન, ટ્યૂનિશિયા, સૂદાન અને અફઘાનિસ્તાન સહિત સંપૂર્ણ મુસ્લિમ જગતમાં અમેરિકા વિરૂદ્ધ પ્રદર્શન થયાં છે. 11 સપ્ટેમ્બરના રોજ લિબિયાના બેનગાજી શહેરમાં હિંસક ભીડે વાણિજ્ય દૂતાવાસ પર હૂમલો કર્યો જેમાં અમેરિકાના રાજદૂત ક્રિસ્ટોફર સ્ટીવંસ સહિત ચાર અમેરિકન નાગરિકના મોત નિપજ્યાં હતાં. શુક્રવારે ફિલ્મના વિરોધમાં ટ્યૂનિશિયાની રાજધાનીમાં અમેરિકાના દૂતાવાસ પર થયેલા હૂમલામાં ચાર લોકોના મોત નિપજ્યાં હતાં અને 49 લોકો ઘાયલ થયાં હતાં.