For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમે ક્યાં જઈ રહ્યા છો... શું કરી રહ્યા છો... ગૂગલ બધુ જાણે છે

ચોંકાવનારી વાત એ છે કે જ્યારે તમને ગૂગલ લોકેશન બંધ કરી દો છો તો પણ ગૂગલની તમારા પર નજર હોય છે.

|
Google Oneindia Gujarati News

એમાં કોઈ બેમત નથી કે સ્માર્ટફોનમાં ગૂગલનું લોકેશન ઉપયોગ કરવાથી ગૂગલ તમારી બધી ગતિવિધિઓ પર નજર રાખે છે પરંતુ ચોંકાવનારી વાત એ છે કે જ્યારે તમને ગૂગલ લોકેશન બંધ કરી દો છો તો પણ ગૂગલની તમારા પર નજર હોય છે. ન્યૂઝ એજન્સી એસોસિએટ પ્રેસ (એપી) ના રિપોર્ટ અનુસાર કંપની યુઝર્સના એપમાં તેમનું લોકેશન શેર કરવા માટે અનુમતિ માંગે છે પરંતુ જ્યારે યુઝર્સ પોતાનું લોકેશન હિસ્ટ્રી બંધ પણ કરી દે તો પણ ગૂગલ યુઝરને ટ્રેક કરવાનું છોડતુ નથી.

google

અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીની રિસર્ચ ટીમો એપીને જણાવ્યુ કે જ્યારે યુઝર ગૂગલ મેપ ઓપન કરે છે તો તેની લોકેશન ઈન્ફોર્મેશન જાતે જ લઈ લેવામાં આવે છે. પછી તેના આધારે તમારા એન્ડ્રોઈડ પર હવામાનની જાણકારી પણ અપડેટ થઈ જાય છે.

આ પણ વાંચોઃ પોતાના મોબાઈલ પર જુઓ લાલ કિલ્લાથી પીએમ મોદીનું લાઈવ ભાષણઆ પણ વાંચોઃ પોતાના મોબાઈલ પર જુઓ લાલ કિલ્લાથી પીએમ મોદીનું લાઈવ ભાષણ

ગૂગલ પ્રાઈવસી પેજ કહે છે કે યુઝર કોઈ પણ સમયે પોતાની લોકેશન હિસ્ટ્રીને બંધ કરી શકે છે. તે વખતે ગૂગલ ટ્રેક નહિ કરી શકે. એટલે કે જ્યારે કોઈ યુઝર ગૂગલ લોકેશનને ટર્ન ઓફ કરીને કોઈ જગ્યાએ જઈ રહ્યો છે તો તેની ખબર નહિ પડી શકે. પરંતુ એપીએ આ દાવાનું ખંડન કરતા કહ્યુ કે, 'આ પૂરેપૂરુ સાચુ નથી.' એપીના રિપોર્ટ અનુસાર લોકેશન હિસ્ટ્રીને પૉઝ કર્યા બાદ પણ કેટલાક ગૂગલ એપ એવા છે જે તમારી અનુમતિ વિના તમારા લોકેશન ડેટા સેવા કરી લે છે.

આ પણ વાંચોઃ રૂપિયામાં સૌથી વધુ ઘટાડો, ડૉલરના મુકાબલે પહોંચ્યો 70 ને પારઆ પણ વાંચોઃ રૂપિયામાં સૌથી વધુ ઘટાડો, ડૉલરના મુકાબલે પહોંચ્યો 70 ને પાર

એપીની આ રિપોર્ટનું ગૂગલે ખંડન કર્યુ નથી. જો કે ગૂગલે કહ્યુ કે ગૂગલ લોકેશન પૂરેપૂરુ યુઝરના કંટ્રોલમાં હોય છે. તે ઈચ્છે તો એડિટ, ડિલીટ અને ટર્ન ઓફ કરી શકે છે. ગૂગલે કહ્યુ, 'આ રિપોર્ટ બાદ તે આ બાબતે તપાસ કરી રહ્યા છે. અમે સતત ગૂગલ એક્સપીરિયન્સને ઈમ્પ્રૂવ કરવામાં લાગ્યા છે.'

English summary
Google tracks you even if your location history is turn off- Report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X