Google Trends 2020: 5 IPS અધિકારી જે ચર્ચામાં રહ્યા, કોઈ કરોડપતિ બન્યુ તો કોઈ ઑફિસમાં કર્યા લગ્ન
IPS In Google Trends 2020: નવી દિલ્લીઃ વર્ષ 2020 વીતી રહ્યુ છે. નવુ વર્ષ 2021 આવવામાં થોડા દિવસ બાકી છે. એવામાં હાલમાં આખા વર્ષની ઝલકીઓ ફ્લેશબેક રૂપે સમાચારો બની રહી છે. અમે પણ તમને એ પાંચ આઈપીએસ અધિકારીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જે વર્ષ 2020માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા છે. આમાંથી કોઈ આઈપીએસ રાતોરાત કરોડપિત બની તો કોઈએ ઑફિસમાં ખૂબ સાદગીથી લગ્ન કર્યા.

નવજોત સિમી, આઈપીએસ, બિહાર કેડર
દેશમાં ખૂબ જ સુંદર મહિલા આઈપીએસ અધિકારીઓમાંના એક નવજોત સિમી વર્ષ 2020માં સર્વાધિક સર્ચ કરવામાં આવ્યા. કારણ એ છે કે તેમણે વેલેન્ટાઈન ડેના દિવસે આઈએએસ તુષાર સિંગલા સાથે તેમની ઑફિસમાં જ લવ મેરેજ કર્યા હતા. બિહાર કેડરના આઈપીએસ અધિકારી નવજોત સિમી અને પશ્ચિમ બંગાળ કેડરના આઈપીએસ અધિકારી તુષાર પંજાબના રહેવાસી છે. 21 ડિસેમ્બર 1987ના રોજ પંજાબના ગુરદાસપુરમાં જન્મેલા નવજોત સિમી બ્યુટી વિથ બ્રેઈન છે. સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહે છે. તે પોતાની કાર્યશૈલી ઉપરાંત પોતાના લુક્સ માટે પણ ચર્ચિત રહે છે. સોશિયલ મીડિયામાં ઘણી વાર ચર્ચામાં છવાયેલા રહે છે.

નવનીત સિકેરા, આઈપીએસ, યુપી કેડર
6 માર્ચ 20202એ 'ભૌકાલ'ના નામથી વેબ સીરિઝ રીલિઝ થઈ હતી. 'ભૌકાલ' વેબ સીરિઝની કહાની યુપી કેડરના સીનિયર આઈપીએસ નવનીત સિકેરાા એ સમયના કાર્યકાળ પર આધારિક હતી જ્યારે તે યુપીના મુઝફ્ફરનગરમાં એસએસપી તૈનાત હતા. એ વખતે ત્યાં અપહરણ અને ખૂન સામાન્ય વાત હતી. નવનીત સિકેરાની તૈનાતી બાદ સ્થાનિક ગેંગનો ખાતમો થઈ ગયો અને ક્રાઈમ ડિસ્ટ્રીક્ટ તરીકે જાણીતુ બનેલુ મુઝફ્ફરનગર એક શાંત જિલ્લામાં ફેરવાઈ ગયુ. આઈપીએસ નવનીત સિકેરા અત્યાર સુધી 60 એનકાઉન્ટર કરી ચૂક્યા છે. નવનીત સિકેરા પણ સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહે છે.

વિનય તિવારી, આઈપીએસ, બિહાર કેડર
વર્ષના ત્રણ મહિના વીત્યા હતા કે કોરોના વાયરસ મહામારી ઘોષિત થઈ ચૂકી હતી. ત્યારે લૉકડાઉન, ક્વૉરંટાઈ જેવા શબ્દો ખૂબ સાંભળવા મળ્યા. પછી જેમ જેમ અડધુ વર્ષ વીત્યુ કે 14 જૂન, 2020ના રોજ બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહે અલવિદા કહી દીધી. સુશાંત સિંહ કેસ અને કોરોના મહામારીના કારણે બિહાર કેડરના આઈપીએસ અધિકારી વિનય તિવારી ચર્ચામાં આવ્યા. તમને જણાવી દઈએ કે મૂળ રીતે બિહારના રહેવાસી અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત કેસની તપાસ કરવા માટે બિહાર પોલિસ તરફથી આઈપીએસ વિનય તિવારી મુંબઈ ગયા હતા. એ વખતે કોરોનાનો ડર વધુ હતો. આઈપીએસ તિવારીને બૃહદ મુંબઈ મહાનગરપાલિકાએ ક્વૉરંટાઈન કરી દીધા હતા ત્યારબાદ ઘણો વિવાદ થયો હતો. આ કેસમા તિવારીએ બિહાર સરકારની તપાસને પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો હતો.

મોહિતા શર્મા, આઈપીએસ, જમ્મુ કાશ્મીર કેડર
નવેમ્બર 2020માં આઈપીએસ મોહિતા શર્મા અચાનક ચર્ચામાં આવ્યા. કારણ એ હતુ કે તે રાતોરાત કરોડપતિ બની ગયા હતા. વાસ્તવમાં આઈપીએસ મોહિતા શર્મા 'કૌન બનેગા કરોડપતિ' ની હૉટ સીટ સુધી પહોંચી ગયા હતા. 15 સવાલોના જવાબ આપીને મોહિતાએ 1 કરોડ રૂપિયા જીત પણ લીધા હતા. સાથે જ કેબીસી સિઝન 12માં કરોડપતિ બનનાર મોહિતા શર્મા દેશના પ્રથમ મહિલા અધિકારી હતા. 7 કરોડના સવાલમાં ગૂંચવાતા મોહિતા શર્માએ ગેમ ક્વિટ કરી હતી. તમને જણાવી દઈએ કે મોહિતા શર્મા હિમાચલ પ્રદેશના કાંગડાના રહેવાસી છે. વર્ષ 2017ના જમ્મુ કેડરના આઈપીએસ અધિકારી છે. પરિવાર સહિત તેઓ દિલ્લીમાં રહે છે.

મણિલાલ પાટીદાર, આઈપીએસ, યુપી કેડર
25 નવેમ્બર, 1989ના રોજ રાજસ્થાનના ડુંગરપુરમાં જન્મેલા આઈપીએસ મણિલાલ પાટીદાર વર્ષ 2020માં ઘણા ચર્ચામાં રહ્યા અને હજુ પણ છે. યુપી કેડરના આઈપીએસ મણિલાલ પાટીદાર હાલમાં ફરાર છે. તેમના પર યુપી પોલિસે 50 હજારનુ ઈનામ પણ ઘોષિત કર્યુ છે. વાસ્તવમાં મણિલાલ પાટીદાર યુપીના મહોબામાં એસપી હતા ત્યારે સપ્ટેમ્બર 2020માં વેપારી ઈન્દ્રકાંત ત્રિપાઠીની આત્મહત્યાનો કેસ સામે આવ્યો હતો. સાથે જ ઈન્દ્રકાંતના મોત પહેલા તેમના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા જેમાં એસપી મણિલાલ પાટીદાર પર છ લાખ રૂપિયા પ્રતિ માસ લાંચ માંગવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
IFFCO પ્લાન્ટમાં એમોનિયા ગેસ લીક, 2 અધિકારીઓના મોત