For Daily Alerts
મુંડેના અંતિમ સંસ્કાર, દિકરી પંકજાએ આપી મુખાગ્નિ
મુંબઇ, 4 જૂનઃ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય વિકાસ મંત્રી ગોપીનાથ મુંડેના અંતિમ સંસ્કાર તેમના પૈતૃક પરલીમાં કરવામાં આવ્યા. મુંડેના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ગોપીનાથ મુંડેને તેમની દિકરી પંકજાએ મુખાગ્નિ આપી. મુંડેના અંતિમ સંસ્કારમાં મોટી માત્રામાં તેમના સમર્થકો ઉમટ્યા હતા. અંતિમ દર્શન દરમિયાન સમર્થકોના આંખો ભીની થઇ ગઇ હતી.
મુંડેના અંતિમ સંસ્કારમાં ભાજપના એલકે અડવાણી, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ, નીતિન ગડકરી, રાજીવ પ્રતાપ રૂડી, ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર સહિતના મોટા નેતાઓ હાજર હતા. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, આરપીઆઇ પ્રમુખ રામદાસ અઠાવલે હાજર હતા. મોટી સંખ્યામાં લોકો મુંબઇથી પરલી પહોંચ્યા હતા. આ પહેલા લોકસભામાં સ્વ. મુંડેને શ્રદ્ધાંજલિ અર્પવામા આવી, ત્યારબાદ ગૃહની કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
જાણકારી અનુસાર મુંડેના પાર્થિવ શરીરને ભાજપ કાર્યાલયથી મુંબઇ એરપોર્ટ લઇ જવામાં આવ્યું છે. મુંબઇ એરપોર્ટથી વિમાન થકી મુંડેના મૃતદેહને લાતુર લઇ જવામાં આવશે લાતુરથી હેલિકોપ્ટર થકી તેમના ગામ પરલી લઇ જવામાં આવ્યો. ત્યારબાદ તેમના પાર્થિવ શરીરને પાર્થિવ શરીરને તોતલા મેદાનમાં સામાન્ય લોકોના દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. તમને જણાવી દઇએ કે ગોપીનાથ મુંડેનું ગઇકાલે સવારે દિલ્હીમાં એક માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું.